મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:MPમાં બાળકીના રેપના આરોપીનું એન્કાઉન્ટર; આતંકી આદિલે હોસ્પિટલમાંથી એડવાન્સ લઈ વિસ્ફોટક ખરીદ્યા; આધારમાં મોબાઈલ નંબર મેળે બદલો
https://ift.tt/GH5M3Y7 નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપીના એન્કાઉન્ટર અંગેના હતા. જેમાં આરોપી સલમાન એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. બીજા મોટા સમાચાર આતંકવાદી ડૉ. આદિલની વોટ્સએપ ચેટના ખુલાસા અંગેના રહ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના રાયપુરમાં DG/IGP કોન્પરન્સમાં ભાગ લેશે 📰 કાલના મોટા સમાચારો 1. રાયસેનમાં બાળકી પર બળાત્કારના આરોપીનું શોર્ટ એન્કાઉન્ટર:પોલીસે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પગમાં ગોળી મારી, આરોપી હમીદિયા હોસ્પિટલમાં દાખલ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ગૌહરગંજમાં 6 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરનાર આરોપી સલમાનને ગુરુવારે રાત્રે ભોપાલથી ઝડપી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ જ્યારે તેને ગૌહરગંજ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાની વચ્ચે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ઓબેદુલ્લાગંજ વિસ્તારના જંગલમાં બનેલી આ ઘટનામાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારીને તેને દબોચી લીધો હતો. ઘાયલ આરોપીને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત સામાન્ય હોવાનું જણાવાઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રાહુલ બોલ્યા- પ્રદૂષણ પર મોદીજી કેમ ચૂપ છે:માતાઓ મને કહે છે- અમારા બાળકો ઝેરી હવામાં મોટા થઈ રહ્યા છે, સંસદમાં ચર્ચા થવી જોઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર મોદીજી કેમ ચુપ છે. તમારી સરકાર પ્રદૂષણ રોકવા માટે ન તો કોઈ તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે, ન કોઈ યોજના કે જવાબદારી દર્શાવી રહી છે. તેમણે X પર દિલ્હીની મહિલાઓ સાથે પ્રદૂષણ પર વાતચીતનો વીડિયો શેર કર્યો. સાથે લખ્યું- હું જે પણ માતાને મળું છું, તે મને કહે છે કે તેમનું બાળક ઝેરી હવામાં શ્વાસ લઈને મોટું થઈ રહ્યું છે. તેઓ થાકેલા, ડરેલા અને ગુસ્સામાં છે. મોદીજી, ભારતના બાળકો આપણી સામે ગૂંગળાઈ રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કેનેડામાં કપિલ શર્માના કેફેમાં ફાયરિંગનો આરોપી દિલ્હીથી ઝડપાયો:ચાઈનીઝ પિસ્તોલ, જીવતા કારતૂસ જપ્ત; કેનેડામાં કોમેડિયનના કેફે પર 3 વખત હુમલો કર્યો હતો દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કેફેમાં થયેલા ફાયરિંગના આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ બંધુ માન સિંહ સેખોં છે, જે ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોન ગેંગનો મહત્વનો હેન્ડલર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, સેખોં ભારતમાં છુપાયેલો હોવાની માહિતી મળી હતી. જેના પછી તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. આરોપી પર આરોપ છે કે તેણે કેનેડામાં થયેલા ફાયરિંગનું કાવતરું ઘડ્યું અને શૂટરોથી લઈને લોજિસ્ટિક સપોર્ટ સુધીની વ્યવસ્થા સંભાળી હતી. ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી PX-3 હાઈ-એન્ડ પિસ્તોલ (મેડ ઇન ચાઇના) જપ્ત કરી છે, જેમાં 8 જીવતા કારતૂસ પણ મળ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. આતંકી ડો. આદિલની વોટ્સએપ ચેટ સામે આવી:હોસ્પિટલ મેનેજમેન્ટ સામે આજીજી કરી, વિસ્ફોટક માટે પગારમાંથી ₹8 લાખ આપ્યા દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી મોડ્યુલમાં સામેલ ડોકટરો વિસ્ફોટક એકઠા કરવા માટે પગારમાંથી પૈસા આપતા રહ્યા. ધરપકડ કરાયેલા ડોકટરોની બેંકિંગ વિગતો અને મોબાઇલ રેકોર્ડ્સમાંથી તેના પુરાવા મળ્યા છે. સહારનપુરની પ્રખ્યાત મેડિકેર હોસ્પિટલમાં કામ કરતા ડો. આદિલ અહેમદની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે, જેમાં તે એડવાન્સ પગાર માટે આજીજી કરી રહ્યો છે. તપાસ એજન્સીના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હરિયાણાના ફરીદાબાદના ધૌજ અને ફતેહપુર તગા ગામમાં મળી આવેલી સામગ્રી અને દિલ્હી બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક પર ડોકટરોએ 26 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તેમાંથી 8 લાખ રૂપિયા ડો. આદિલે આપ્યા હતા. તપાસ એજન્સીઓ હવે આદિલના સંપર્કોની શોધ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઘરે બેઠા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી શકશો:કરોડો લોકોને લાંબી લાઈન-વારંવાર ધક્કામાંથી મુક્તિ, કેવી રીતે કરવું અપડેટ; જાણો સંપૂર્ણ પ્રોસેસ ટૂંક સમયમાં તમે ઘરે બેઠા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકશો. આધારને નિયંત્રિત કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ નવી ડિજિટલ સેવાની જાહેરાત કરી છે. આના દ્વારા યુઝર્સ આધાર એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરી શકશે. આ સેવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો અને સિનિયર સિટીઝન્સને સરળતા પૂરી પાડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજને લઈ મોટા સમાચાર:10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજની સમય મર્યાદા વધારી, હવે 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશો ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. આ સહાય પેકેજનો લાભ 14મી નવેમ્બર (શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી https://ift.tt/KiYusOe પોર્ટલ ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી રહી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા અરજીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરાવમાં આવ્યો છે. જેથી ખેડૂતો હવે 5 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી યુવતી સામે ભડભડ સળગ્યો, VIDEO:યુવતીના નોકરીના સ્થળે જઈ પેટ્રોલ છાંટ્યું, સળગતી હાલતમાં પહેલા માળેથી કૂદ્યો, અમદાવાદમાં વહેલી સવારે મોત અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગઈરાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. એ બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો. સળગતી હાલતમાં રોડ પર તરફડિયાં મારતો હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ગોવામાં મોદીએ શ્રીરામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું:કર્ણાટકમાં એક લાખ લોકો સાથે ગીતાનો પાઠ કર્યો; શ્રીકૃષ્ણ મઠમાં સોનાનો કળશ અર્પણ કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મારા પિતા જીવિત છે કે નહીં? ઇમરાનના દીકરાએ પુરાવો માગ્યો:પૂર્વ PMનાં સમર્થનમાં દેખાવો કરવા પહોંચેલા CM સાથે મારપીટ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ દેખાયા:ગામમાંથી ખાવાનું લઈને જંગલ તરફ ભાગ્યા; સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પુતિન 4 ડિસેમ્બરે ભારત આવશે:રશિયા-યુક્રેન યુદ્ધ પછી પ્રથમ વખત આવી રહ્યા છે; તેલ ખરીદી પર વાતચીત, ડિફેન્સ પર મોટો કરાર શક્ય વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ટેરિફનું દબાણ છતાં GDP 8.2% વધ્યો:મેન્યુફેક્ચરિંગ સેક્ટરે બતાવ્યો દમ, છેલ્લા 6 ક્વાર્ટરમાં સૌથી મોટો ઉછાળો; ગયા વર્ષે 5.6% હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ધોનીની ગ્રાન્ડ ડિનર પાર્ટીમાં કોહલી-પંત પહોંચ્યા, ગંભીર ગેરહાજર:કેપ્ટન કૂલ ડ્રાઇવ કરીને વિરાટને ટીમ હોટલ મૂકવા ગયા; હેડ કોચ ન દેખાતાં લોકોએ મીમ્સથી મજા લીધી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શનિ મીન રાશિમાં માર્ગી:વૃષભ રાશિ પર લક્ષ્મીજીની કૃપા વરસશે, કુંભ રાશિના જાતકોને સાડાસાતીમાં રાહત; જાણો તમારી રાશિમાં કેવો પ્રભાવ પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે એક યુવાન દીપડા માટે બનાવેલા પાંજરામાં ફસાયો ઉત્તર પ્રદેશના બહરાઇચમાં, એક યુવાન દીપડાને પકડવા માટે બનાવેલા પાંજરામાં ફસાઈ ગયો. તે લગભગ બે કલાક સુધી અંદર કેદ રહ્યો. તેણે જાતે ગામલોકોને ફોન કરીને મદદ માટે બોલાવ્યા. વન વિભાગની એક ટીમ આવી, પાંજરું ખોલ્યું અને યુવાનને મુક્ત કર્યો. યુવકે કહ્યું કે તે પાંજરાને "ચેક" કરવા આવ્યો હતો. તે નશામાં હતો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ફિલ્મી ફેમિલી રણબીર કપૂર સાથે ન્યૂ યોર્કમાં બેકલેસ ડ્રેસમાં સિગારેટ પીતા ઝડપાઈ!:પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને પિતાની મરજી વિરુદ્ધ નિકાહ કર્યા 2. ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાની ભ્રામક જાહેરાતોમાં ન ફસાતા:એકવાર રિજેક્ટ થશે તો બીજીવાર નો ચાન્સ, ઇંગ્લિશ લેંગ્વેજની પરીક્ષાનું રિઝલ્ટ તો જોઇશે જ 3. શું RSS કાર્યકરના પુત્રની હત્યા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર?:પિતા બોલ્યા, 'ન કોઈ દુશ્મની, ન કોઈ ધમકી; તો કેમ ટાર્ગેટ કર્યો? 4. આજનું એક્સપ્લેનર:ઈમરાન ખાન મે 2024માં છેલ્લી વાર દેખાયા, શું 17 દિવસ પહેલાં થઈ ચૂક્યું છે મોત; મળવા કેમ દેતી નથી PAK સરકાર 5. પેરિસથી 5 ગણો મોટો અદાણીનો પાર્ક:દેશનું પ્રથમ ફ્યુચર સિટી ગુજરાતમાં, વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમે ના જોયેલા ડ્રોન વ્યૂ, કાલથી નવી સિરીઝ 'ગુજરાત બિગ પ્રોજેક્ટ' 6. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન: કાશ્મીરમાં પોસ્ટરો લાગ્યાં ‘બહારના લોકોને આશ્રય ન આપો’:ત્રણ એજન્ટ, પાંચ અધિકારી, એક જવાબ – ‘બિન-કાશ્મીરીઓ જમીન ખરીદી શકતા નથી’, સ્ટિંગમાં ઘટસ્ફોટ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:વૃષભ જાતકોને ચારે બાજુથી ખુશીઓ અનુભવાશે; તુલા જાતકોને મહત્ત્વના લોકો સાથેના સંપર્કો લાભદાયી પુરવાર થશે સંપૂર્ણ સમાચાર વાંચો...
Comments
Post a Comment