
https://ift.tt/MQYxyRA આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી BLO પોતાના મતદાન મથક પર હાજર રહેશે. જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી મેપિંગ કે લિન્કિંગ કરાવી શકશે. જો મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ 2002ની મતદાર યાદીમાં શોધવા BLO માર્ગદર્શન આપશે. હવે તા. 22 અને 23 નવેમ્બર, શનિવાર ેઅન રવિવારે BLO ને પોતાના મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં https://ift.tt/GvsLr3I પર ચકાસી શકે છે, જેથી તેઓ ગણતરી ફોર્મ (Enumeration Form)માં વિગતો ભરી શકે. વધુ માહિતી માટે BLO નો ફોનથી સંપર્ક કરવા માટે મતદાર voters.eci.gov.in પરથી "Book a Call with BLO" વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. જિલ્લાના તમામ BLO તથા મતદાન મથકની યાદી https://ift.tt/ElNdT9A પર જોઇ શકાશે. જે મતદારોનું નામ અથવા તેના માતા-પિતા/દાદા-દાદીનું નામ 2002ની મતદારયાદીમાં mapping / linking થઇ ગયેલ હોય તેવા કિસ્સામાં મતદારે કોઇ પુરાવા રજુ કરવાના રહેશે નહી. 2002ની મતદારયાદીમાં કોઇપણ મતદાર પોતાનું નામ https://ift.tt/4Dyh2dQ લિંકથી સર્ચ કરી શકશે. આ ઉપરાંત 2002ની મતદાર યાદી https://ift.tt/Q8C9Iul લિંકથી ડાઉનલોડ કરી શકાશે.
Comments
Post a Comment