60% દિવ્યાંગતા ધરાવતાને માસિક રૂ. 1000 પેન્શન:રાજ્યમાં સંત સુરદાસ યોજના હેઠળ લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે
https://ift.tt/dNG3o2Q રાજ્ય સરકારે દિવ્યાંગ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સંત સુરદાસ યોજના અમલમાં મૂકી છે. ચાલુ નાણાકીય વર્ષથી, આ યોજનાના માપદંડોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આવક મર્યાદા વિના માસિક રૂ. 1000 પેન્શન મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ મનોદિવ્યાંગ અને ન્યુરોલોજીકલ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ લાભ મળશે. બૌદ્ધિક અસમર્થતા (મનોદિવ્યાંગ) ધરાવતા 50 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, તેમજ 40 ટકા કે તેથી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ પણ પાત્ર બનશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પાત્ર દિવ્યાંગજનોએ સરકારના ESAMAJKALYAN.GUJARAT.GOV.IN પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગતાની ટકાવારીમાં કરાયેલા ફેરફારને કારણે વધુ પાત્ર નાગરિકોને આ યોજનાનો લાભ મળી શકશે. બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગજનો, જેઓ હાલમાં સંત સુરદાસ યોજનાનો લાભ મેળવી રહ્યા નથી, તેઓને પણ ઉપરોક્ત પોર્ટલ પર અરજી કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, રૂમ નં. 32-33, પાલનપુર, બનાસકાંઠા ખાતે સંપર્ક કરી શકાય છે.
Comments
Post a Comment