https://ift.tt/caNgxPF મોરબી મહાનગર પાલિકા જાહેર થયાને આગામી પહેલી જાન્યુઆરીના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને-ગત નાણાકીય વર્ષમાં મનપા દ્વારા રૂ. 781 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, અને તેના આધારે મનપા દ્વારા કામગીરી પણ શરુ કરવામાં આવી હતી. જો કે આ એક વર્ષ દરમિયાન મનપા દ્વારા જાહેર કરાયેલા ઘણા કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા તો કેટલાક કામ પ્રગતિમાં છે. બીજી તરફ હવે 2025 -26 નાણાકીય વર્ષ પૂર્ણ થવાને માત્ર ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે હવે આ મહાનગર પાલિકાની હિસાબી શાખાની ટીમ દ્વારા નવા વર્ષના બજેટ માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વિવિધ વિભાગમાં ભવિષ્યમાં લેનાર વિકાસ અને વહીવટી ખર્ચ સહિતની માહિતી મેળવશે,મહાનગર પાલિકાનું બજેટ મોરબી શહેરની જનતાના વિકાસ અને સુખાકારી માટે બનતું હોય ત્યારે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ફરિયાદ છે તેઓ શું ઈચ્છી રહ્યા છે તેમને કઈ સુવિધાઓ ખુટે છે તેમજ જે પણ અલગ અલગ વિભાગમાં નિષ્ણાંત વ્યકિત હોય તેઓ પોતાના ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ લોકોની સુખાકારી માટે કરી શકે તે માટે આ બજેટમાં કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા લોકોના અભિપ્રાય મેળવવા પણ પ્રયાસ શરુ કર્યા છે, જેના ભાગરૂપે શહેરીજનો પાસેથી આગામી નાણાકીય વર્ષ 2026 -27 તૈયાર કરતા પહેલા લોકો તેમના અભિપ્રાય અને જરૂરિયાત લોકો સુધી પહોચી શકે તેવા પ્રયાસ શરુ કરવામાં આવશે. કેવી રીતે લોકો મંતવ્ય આપી શકશે મહાનગર પાલિકાના mmc.gujarat.in પેજ પર તેમજ જાહેર સ્થળ તેમજ મહાનગર પાલિકાની વેબસાઈટ અને એપ્લીકેશનમાં કયું આર સ્કેન પબ્લીસ કરશે જે સ્કેન કરતા તેની એક લિંક ખૂલશે જેમાં સૌ પ્રથમ બજેટ સજેશનનું ઓપ્શન આવશે. નીચે એક ફોર્મ ફોરમેટ ખુલશે જેમાં નામ,મોબાઈલ, ઈમેઈલ, એડ્રેસ ની વિગત ભરવામાં આવશે ડીપાર્ટમેન્ટ, ક્યાં પ્રકારનો મંતવ્ય તે વિગત બાદ ટુંકમાં વિગત જાહેર કરવાનું રહેશે બાદમાં કેપ્ચર કોડ, લખી, સબમિટ કરવાનું રહેશે. મનપાએ ખાસ ક્યુઆર કોડ તૈયાર કર્યો આ માટે મહાનગર પાલિકાએ કયુ આર સ્કેન થકી સજેશન મંગાવ્યા છે, જેમાં શહેરીજનો વિવિધ વિભાગને લગતા, પોતાને ભોગવવી પડતી સમસ્યાઓ અંગે પોતાના સજેશન આપી શકશે અને મહાનગર પાલિકા આ સજેશન્સની મદદથી કોઇ ચોક્કસ તારણ પર આવીને આગામી વર્ષના અંદાજ પત્રમાં તેને સમાવવા પ્રયાસ કરશે તેમ મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment