https://ift.tt/SVc4YjX મોરબી જિલ્લામાં વેપાર-ઉદ્યોગ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 'ઓપન હાઉસ' મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકે યોજાશે. બેઠક મોરબી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ નંબર 136 ખાતે યોજાશે. આ ઓપન હાઉસ અંતર્ગત, જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોને ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો મોકલવા જણાવાયું છે. પ્રશ્નો સોફ્ટ કોપીમાં gm-dic-mor@gujarat.gov.in પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રૂમ નંબર 233, 234, જિલ્લા સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે મોકલી શકાશે. પ્રશ્નો અને સૂચનો 31 જાન્યુઆરી, 2026 સુધીમાં મોકલવાના રહેશે. આ અંગેની માહિતી મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા એક યાદીમાં આપવામાં આવી છે.
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment