
<p>રાજ્યમાં હજુ માવઠાનું સંકટ ટળ્યું નથી. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ માવઠું ખેડૂતોની દશા બગાડી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદનું અનુમાન છે...જ્યારે દક્ષિ-મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, મોરબી પંથકમાં પણ વાતાવરણ પલટાવાની શક્યતા છે. મોડી રાત્રે સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.</p> <p>આ કમોસમી વરસાદ ખેતી માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ શકે છે. .ખેતરોમાં હાલ ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીનો પાક કાપણીની તૈયારીમાં છે. ત્યારે વરસાદ અને પવનના કારણે પાક બગડી જવાની પૂરેપૂરી શક્યતા છે. જગતના તાતની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. </p>
Comments
Post a Comment