
https://ift.tt/MFLEO8r
ધોરણ 12 સાયન્સના પરિણામની જાહેરાત બાદ ધોરણ 10 પછીના ડિપ્લોમા પ્રથમ વર્ષની કુલ 153 કૉલેજોની 69987 બેઠકો પર વર્ષ 2026-27માં પ્રવેશ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. ACPDCના પ્રવેશના કાર્યક્રમની જાહેરાત અનુસાર 8થી 19 જૂન દરમ્યાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત 29 જૂને કરાશે. મોક રાઉન્ડનું ચોઈસ ફિલિંગ 29 જૂનથી 2 જુલાઈ દરમ્યાન રખાયું છે. https;//acpdc.gujarat.gov.in/ના માધ્યમથી અરજી કરી શકાશે. ગત શૈક્ષણિક વર્ષ 2025ની ડિપ્લોમા ઈજનેરીની કુલ 69987 બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત 38901 બેઠક ભરાઈ જતાં 55.58 ટકા બેઠકો પર પ્રવેશ થયો છે. જેમાં સ્વનિર્ભર કૉલેજોની 42020 પૈકીની 16107 બેઠક ભરાતાં 38 ટકા બેઠક ભરાઈ હતી. એસીપીડીસીએ જાહેર કરેલી કામચલાઉ પ્રવેશ કાર્યક્રમની વિગત પ્રવેશ પ્રક્રિયા તારીખ • મોક રાઉન્ડ પરિણામ જાહેરાત 6ઠ્ઠી જુલાઈ • પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેરાત 6ઠ્ઠી જુલાઈ • મેરીટને લગતો પ્રશ્ન હોય તો રજૂ્આતની પ્રક્રિયા 8મી જુલાઈ • મેરીટને લગતા પ્રશ્નનો ઉકેલ લાવ્યા પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેરાત 9મી જુલાઈ • પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવારો દ્વારા ચોઈસ ફીલિંગ, તેમાં ફેરફાર 6ઠ્ઠીથી 9મી જુલાઈ • પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટની જાહેરાત 13મી જુલાઈ • ટ્યુશન ફી ઓનલાઈન ચૂકવણી 13મીથી 17મી જુલાઈ • પ્રથમ રાઉન્ડ પછી વેબસાઈટ પર ખાલી બેઠકોની જાહેરાત 20મી જુલાઈ • ઓનલાઈન રજીસ્ટ્રેશન(પૂરક પરીક્ષાના પરિણામમાં સુધારણા ધરાવતા ઉમેદવારો 21મીથી 26મી જુલાઈ • આ ઉમેદવારોની ફરીથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત 29મી જુલાઈ • બીજા રાઉન્ડમાં ઉમેદવારો દ્વારા ચોઈસ ફીલિંગ તેમાં ફેરફાર કરવો 29મીથી 30મી જુલાઈ • બીજા રાઉન્ડની ફાળવણીની યાદીની જાહેરાત 3જી ઑગસ્ટ • બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણીની પુષ્ટિ માટે ટ્યુશન ફીની ઓનલાઈન ચૂકવણી 3જીથી 5મી ઑગસ્ટ મેથ્સ, સાયન્સ અને અંગ્રેજીમાં મેળવેલા માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરાશે
‘એસીપીડીસી દ્વારા મેથ્સ, સાયન્સ, અંગ્રેજી એેમ કુલ ત્રણે વિષયોના 300 માર્કસમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કસના આઘારે મેરીટ તૈયાર થશે. આ પ્રવેશ મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.’ - ભાસ્કર ઐયર, મેમ્બર સેક્રેટરી, એસીપીડીસી વિદ્યાર્થીઓના કામની વાતો
• ધો 10 પાસ કર્યાની માર્કશીટ, ધો 10ની તમામ માર્કશીટ, • જાતિનું પ્રમાણપત્ર • માતા-પિતાની આવકનું પ્રમાણપત્ર, • ફિઝિકલ હેન્ડિકેપ્ડનું સર્ટિફિકેટ • એક્સ ઇન ડિફેન્સ (પેરા મેલિટ્રી)નું પ્રમાણપત્ર • માતા-પિતાનું ગુજરાતનું (નિવાસ પ્રમાણપત્ર) • ડોમિસાઈલ સર્ટિફિકેટ • આર્થિક રીતે પછાત વર્ગ (ઈડલ્યુએસ)
Comments
Post a Comment