ગુજરાતની 20 આર્કિટેક્ચર કોલેજોના દ્વારા ખુલ્યા:JEE મેઈન્સ-2 અને NATA- 2026ના ગુણના આધારે આર્કિટેકચર કોલેજોમાં પ્રવેશ લેવાની તક

https://ift.tt/dItBVrP
જેઈઈ મેઈન્સ-(પેપર-2)ના આધારે આઈઆઈટી (રુરકી અને ખડગપૂર) ઉપરાંત જેઈઈ મેઈન્સ(પેપર-2) તેમજ NATA- 2026ના પરિણામના આધારે ગુજરાતની આશરે 20 આર્કિટેકચર કોલેજોની 1100થી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવાની ઉજ્જવળ તકો છે. જેઈઈ મેઈન્સ (પેપર-2)માં અપેક્ષા મુજબનો સ્કોર મેળવ્યો ના હોય, પરીક્ષાના આપી શક્યા હોય તે વિદ્યાર્થી 13 જૂન સુધી નાટા-2026 આપી શકશે.આર્કિટેકચર કોલેજોમાં પ્રવેશ માટે કોલેજોની વિગતો, પ્રવેશની લઘુત્તમ લાયકાત સહિતની માહિતી અહીં રજૂ કરાઈ છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો-જવાબો
પ્રશ્ન-1 : આર્કિટેક્ચર કોલેજોમાં પ્રવેશની લઘુતમ લાયકાત શું છે?
જવાબ : ધો 12 સાયન્સમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને માટે 45, રીઝર્વ કેટેગરીમાં 40 ટકા માર્કસ અથવા ડિપ્લોમા (વીથ મેથ્સ)માં જનરલના ઉમેદવારોને 45, રીઝર્વ કેટેગરીમાં 40 ટકા માર્કસ જરૂરી. પ્રશ્ન-2: આર્કિટેક્ચરમાં ગત વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં કટ ઓફ માર્ક્સની વિગતો.
જવાબ : પ્રવેશ કમિટીની વેબસાઈટ acpc.gujarat.gov.in પર મળશે. પ્રશ્ન-3 : રાજ્યમાં ગત વર્ષે કુલ કેટલી બેઠકો ઉપલબ્ધ હતી ?
જવાબ : રાજ્યમાં 20 આર્કિટેકચર કોલેજોની 1120 બેઠકો ઉપલબ્ધ છે. એસીપીસી હસ્તકની 610 બેઠકો, પ્રાઈવેટ કોલેજોની 510 બેઠકો હતી. પ્રશ્ન-4 : કુલ 20 કોલેજોમાં સરકારી/ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની બેઠકો કેટલી ?
જવાબ : રાજ્યમાં કુલ 2 સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો એમએસ યુનિ.માં 40, વડોદરા, હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.,પાટણમાં 40 બેઠકો છે. પ્રશ્ન-5 : આર્કિટેકચર કોલેજોમાં ફીનુ ધોરણ શું હોય છે ?
જવાબ : સરકારીમાં (1500થી 30,000), પ્રાઈવેટમાં વાર્ષિક 80 હજારથી 4.5 લાખ સુધી હોય છે
Comments
Post a Comment