Skip to main content
સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ:સુગમ ગુજરાત ડિજિટલ પોર્ટલથી આવક, જ્ઞાતિના દાખલાથી લઈને રેશનકાર્ડ સહિતની 20 સેવાઓ ઘર બેઠા મળી રહેશે
https://ift.tt/56LW0yM પાલનપુર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ સરકારે 5 મુખ્ય વિભાગોની 20 જેટલી હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, સોગંદનામા સહિતની અનેક સેવાઓ હવે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિથી ઘરે બેઠા મેળવી શકાશે. નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે તેમજ અરજીની સ્થિતિ પણ ઓનલાઇન જાણી શકે છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવસ્થાના અમલથી લાંબી લાઈનો, વારંવાર કચેરીએ ધક્કા અને દસ્તાવેજોની હાર્ડકોપીની ઝંઝટમાં ઘટાડો થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને સમયસર દાખલા મળી રહે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે. નાગરિકોને આ પોર્ટલનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ટેકનોલોજીના ઉપયોગથી શાસન વ્યવસ્થા વધુ પારદર્શક અને સરળ બની રહી છે. પોર્ટલ પર 20 સેવાઓ 1.આવકનો દાખલો 2.જાતિનો દાખલો (SC/ST) 3.SEBC દાખલો 4.નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર 5.EWS પ્રમાણપત્ર 6.અધિવાસ પ્રમાણપત્ર 7.ખેડૂત પ્રમાણપત્ર 8.વારસાઈ પ્રમાણપત્ર અરજી 9.વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર 10.નવું રેશનકાર્ડ અરજી 11.રેશનકાર્ડમાં નામ ઉમેરવું 12.રેશનકાર્ડમાંથી નામ કમી કરવું 13.રેશનકાર્ડમાં સુધારો 14.ડુપ્લિકેટ રેશનકાર્ડ 15.રેશનકાર્ડ વિભાજન 16.નિરાધાર વિધવા સહાય યોજના 17.તૈયાર સોગંદનામા ડાઉનલોડ 18.ગ્રામ પંચાયત ડિજિટલ સેવા સેતુ સેવાઓ 19.શિષ્યવૃત્તિ અરજી 20.ચલચિત્ર-વીડિયો પરવાના અરજી મોબાઈલ પરથી આ રીતે દાખલો મેળવી શકાય 1. સૌપ્રથમ Digital Gujarat Portal પર જાઓ 2. મોબાઈલ નંબર અને OTPથી લોગિન કરો કે નવું રજીસ્ટ્રેશન કરો 3. “Citizen Services” વિભાગમાં જઈ જરૂરી સેવા પસંદ કરો 4. જરૂરી વિગતો ભરી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો અપલોડ કરો 5. ઓનલાઇન અરજી સબમિટ કરો 6. અરજી નંબર દ્વારા સ્ટેટસ ટ્રેક કરો 7. અરજી મંજૂર થયા બાદ પ્રમાણપત્ર PDF રૂપે ડાઉનલોડ કરી શકાશે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...