Gujarat Monsoon 2026: ચોમાસાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, અને તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે એક રાહતની સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભવાના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આંદામનમાં ચોમાસું 16 મેએ બેસશે, એટલે કે આ વર્ષે ચોમાસુ વહેલુ બેસવાનું પૂર્વાનુમાન છે.

ખેડૂતો માટે રાહત આપતા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાને લઇને હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે, આ વર્ષે આંદામાનમાં ચોમાસુ વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે, 16 મે આંદામાનમાં ચોમાસું બેસવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન છે. સામાન્ય રીતે આંદામાનમાં 18 મેના ચોમાસુ બેસતું હોય છે. આંદામાનમાં ચોમાસુ બેસી ગયા બાદ કેરળ તરફ આગળ વધતું હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. આ વર્ષે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું બેસી શકે છે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા છે.

IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં 4 થી 6 દિવસ વહેલું આવી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધી કેરળ પહોંચે છે પરંતુ આ વખતે તે 25 થી 27 મે વચ્ચે કેરળ પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ શ્રીલંકાના દરિયાકાંઠા નજીક બનેલું લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તર તરફ આગળ વધીને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગળ જઈ બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધી શકે છે. સાથે જ ભૂમધ્યરેખા પારથી આવતી ભેજવાળી પવનો વધુ મજબૂત બનશે. તેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વધવાની શક્યતા છે.

Comments
Post a Comment