રાજપીપળા:  ભાજપના જ સાંસદે ભાજપ શાસિત ગુજરાતમાં દારૂબંધીના દંભનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે ‘લેટર બોંબ’ ફોડી રાજકારણમાં ગરમાવો લાવી દીધો.  તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે.

સાંસદ મનસુખ વસાવાનો વધુ એકવાર લેટર બોમ્બ

હર હંમેશ સત્ય માટે બોલનાર અને લખનાર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વધુ એકવાર લેટર બોમ્બ રૂપમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે.  નર્મદા જિલ્લામાં દારુ અને જુગારના અડ્ડાઓ પોલીસના કર્મચારી- અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી ચાલતા હોવાના ઉલ્લેખ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સનસનીખેજ પત્ર લખ્યો છે.

મહારાષ્ટ્રની સરહદથી કેમિકલ વાળો દારુ ગુજરાતમાં ઘૂસાડાતો હોવાનો ખુલાસો તેમણે કર્યો.  દારૂ સપ્લાયમાં આવતા બધા જ પોલીસ સ્ટેશનના પીએસઆઈની સંડોવણી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.  જેમાં આમલેથા પોલીસ સ્ટેશન ખાસ હોવાનું અને દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી મોકલવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.

આ સાથે જ અધિકારી અને કર્મચારીઓના નામ સાથે આરોપનો પત્ર લખ્યો.  જોકે રાજનેતા કોણ તેના નામનો ઉલ્લેખ નથી.  પરંતું તમામ રાજકીય પક્ષો શબ્દનો પ્રયોગ કરી વસાવાએ ભાજપના નેતાઓ પણ દારૂ- જુગારના રેકેટમાં સંડોવાયેલા હોવાના સંકેત આપ્યા.

આ પણ વાંચો- Rain: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગરમી-બફારા વચ્ચે રાહતના સમાચાર

સાંસદે સમગ્ર રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના સમગ્ર રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.  સાંસદે  તેમના પત્રમાં લખ્યું, 'પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે,  મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે  તે તમામના પીએસઆઈ (PSI)ની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે. આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.  નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક મોકલવામાં આવે છે.'

Comments
Post a Comment