ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની બેફામ નિવેદનબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ વખતે કચ્છના માંડવીમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ભીખ માગવાને લઇ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં બ્રહ્મ સમાજના વખાણ પણ કર્યા તેમને કહ્યું કે શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે.

વાયરલ થયેલો વીડિયો કચ્છના માંડવીમાં શ્રીવૃંદાવન સેવા અમૃત મહોત્સવનો છે, આ મહોત્સવ દરમિયાન અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીથી બ્રાહ્મણ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય.” આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે આ કાર્યક્રમમાં કચ્છના માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તથા બ્રહ્મસમાજના અગ્રણી અનિરૂદ્ધ દવે સહિતના 1400 બ્રાહ્મણની ઉપસ્થિતિ હતી. સૂર્યપ્રકાશ સ્વામીએ કરેલા આ બફાટનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા જ બ્રહ્મસમાજના સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. બ્રહ્મસમાજના વિવિધ સંગઠનોએ હાલ તો વીડિયોના પગલે માફીની માગ કરી રહ્યાં છે.

Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર

જોકે, આ દરમિયાન માંડવીના ધારાસભ્ય અને બ્રહ્મસમાજ અગ્રણી અનિરૂદ્ધ દવેએ વિવાદાસ્પદ નિવેદનને લઈ તુરંત જ સ્ટેજ પરથી જ જવાબ આપ્યો હતો, તેમને પણ સ્ટેજ પરથી કહ્યું કે સ્વામીએ અહિયાંથી કહ્યું બ્રાહ્મણ ભીખ માંગે છે, પણ બ્રાહ્મણ કદી ભીખ ન માંગે. બ્રાહ્મણ દાન સ્વીકારે છે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે - દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો.” તેમણે આગળ ઉમેર્યું કે, “તમે પાંચ રૂપિયા આપો તો અમે કહીયે - ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવ. મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે. એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભીક્ષા નથી માંગતો.” અનિરુદ્ધ દવેના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર અનેક લોકોએ તાળીઓ પાડી સમર્થન વ્યક્ત કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલી ટિપ્પણી મુદ્દે ગુજરાત બ્રહ્મસમાજના કન્વીનર ડૉ. યજ્ઞેશ દવે પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આક્રોશ વ્યકત કર્યો હતો. ડૉ. યજ્ઞેશ દવેએ પોસ્ટ કરી લખ્યું કે બ્રહ્મસમાજને ભીખ માંગતો કહેનારા ભૂલી ગયા કે સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા. સંતને ખબર નથી કે તે બ્રાહ્મણની સાથોસાથ તેમના ભગવાનને પણ ગાળો આપે છે. અંતમાં એ પણ સ્પષ્ટ કહ્યું કે બહુ બ્રહ્મસમાજને ટાર્ગેટ કર્યો આ વખતે આરને પાર. તો બ્રહ્મસમાજની ટિપ્પણી બાદ તુરંત જ મંચ પરથી જવાબ આપનારા ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો પણ યજ્ઞેશ દવેએ આભાર માન્યો.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન ચેરમેન હેમાંગ રાવલે પણ સ્વામિનારાયણ સંતની ટિપ્પણીને બ્રહ્મ સમાજનું  અપમાન ગણાવી માફીની માગ કરી છે.

Comments
Post a Comment