Skip to main content
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી નિર્ણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં.
કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયોલોટિંગ કે એસ્કોર્ટ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. પાટીલે કહ્યું કે વિશ્વ ક્રુડ ઓઈલ કટોકટી અને યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું હોય ત્યારે એક જવાબદાર જનપ્રતિનિધી તરીકે ઈંધણ બચાવવું આપણી નૈતિક ફરજ છે. આ નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવાયો છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
રાજ્યપાલે પણ કાફલામાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક આત્મરક્ષાની અપીલ બાદ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં નિર્ણય કર્યો કે ઈંધણની બચત કરવા માટે હવે તેઓ ઝેડ પ્લસ સુરક્ષાનો કાફલો અને રાજ્યના પ્રવાસોમાં હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો ત્યાગ કરશે. રાજ્યપાલ હવે એસ.ટી.બસ, ટ્રેન તથા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત રાજ્યપાલે પોતાના સુરક્ષા કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવા આદેશ આપ્યા છે. આટલું જ નહીં રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સપ્તાહમાં એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવવા અને વિદ્યાર્થીઓને સાયકલ કે ઈલેક્ટ્રિક વાહન વાપવા અપીલ કરી છે.
અનેક મંત્રીઓએ છોડ્યું પાયલોટિંગ
પીએમ મોદીની અપીલ બાદ અનેક મંત્રીઓએ પાયલોટિંગ છોડ્યું છે. પ્રફુલ પાનસેરિયા, સંજયસિંહ મહીડા, સ્વરૂપજી ઠાકોર પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં.  સરકારના મંત્રી કાંતિ અમૃતિયા, ધારાસભ્ય સંજય કોરડિયા પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં. પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે મંત્રીઓએ આ પહેલની શરૂઆત કરી હતી.  રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની અપીલનો સ્વીકાર કરીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...