સરકાર એક તરફ ગુજરાતનું શિક્ષણ મોડલ અને શાળા પ્રવેશોત્સવ સહિતના તાયફાઓ કરી પોતાની પીઠ થબથબાવી રહી છે.  બીજી તરફ નીતિ આયોગના એક અહેવાલે ગુજરાત સરકારના શિક્ષણ મોડલના ધજાગરા ઉડાવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ રાજ્યની 2 હજાર 936 શાળાઓ એવી છે કે જ્યાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમ છતાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ છે કે રાજ્યની 63 શાળામાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી છતાં ત્યાં 78 શિક્ષક રોજ હાજરી પૂરીને પગાર લઈ રહ્યા છે.

અહીં સવાલ તો એ થાય કે વિદ્યાર્થી જ નથી તો શિક્ષકો ભણાવી કોને રહ્યા છે. નીતિ આયોગના સ્કુલ એજ્યુકેશન સિસ્ટમ ઈન ઈન્ડિયા ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાસમેન્ટના અહેવાલમાં ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થાની પોલી ખુલી છે. રિપોર્ટના આંકડાનો અભ્યાસ સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. રાજ્યમાં 42 હજાર વર્ગખંડની અછત છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ નીતિ આયોગના રિપોર્ટને ટાંકીને વાહ વાહી લૂંટતી સરકાર પર પ્રહારો કર્યા કે ભાજપ રાજમાં 5 હજાર 612 શાળાઓને તાળા વાગ્યા અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનો અધિકાર છીનવાઈ ગયો.

નીતિ આયોગના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રાજ્યની 2 હજાર 936 શાળામાં ફક્ત એક શિક્ષક છે. 63 શાળામાં વિદ્યાર્થી ન હોવા છતાં 78 શિક્ષકો ફરજ બજાવે છે. પ્રાથમિક, માધ્યમિકમાં 24 વિદ્યાર્થી દીઠ માત્ર એક જ શિક્ષક છે. રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. ધો. 10 સુધીમાં 2.3 લાખ વિદ્યાર્થીએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો છે. 63 હજાર 134 કરોડનું બજેટ છતાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. કોંગ્રેસે રાજ્યમાં કથળતા શિક્ષણ મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ ભારત સરકારના નિતિ આયોગના અહેવાલને ટાંકી કહ્યું કે દેશની સરકારી શાળાઓમાં શિક્ષકોની સ્થિતિ અંગે નિતી આયોગના અહેવાલમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં 2936 શાળા માત્ર એક શિક્ષકથી જ કાર્યરત છે. માધ્યમિક શિક્ષણમાં ગુજરાતમાં 27 વિદ્યાર્થીએ એક જ્યારે દેશમાં 15 વિદ્યાર્થીએ એક શિક્ષક છે.  તેમણે કહ્યું કે દેશમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું સતત તોડવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં 93,000થી વધુ શાળાઓને તાળા મારવામાં આવ્યા છે, જ્યારે એકલા ગુજરાતમાં 5612 શાળાઓને તાળા મારવાની પ્રક્રિયા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના લીધે ગ્રામીણ વિસ્તારોના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ પાછળ ₹63,134 કરોડ જેટલા માતબર નાણાંની જોગવાઈ છે, તો હકીકતમાં આ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે એક મોટો તપાસનો વિષય છે.

Comments
Post a Comment