Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા

Gujarat Board Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71%  પરિણામ જાહેર થયું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે.

સામાન્ય પ્રવાહનું 92.71 % પરિણામ

ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 535 કેન્દ્રો પર 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 92.71 % આવ્યું છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા પરિણામ

ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયેલા હતા. 1,18,256 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 નોંધાયા હતા, તે પૈકી 1,11,090 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 93,678 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે.  ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 10 વાગ્યે જાહેર થઈ ગયું છે.

વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે:

GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

HSC Result લિંક પર ક્લિક કરો.

આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.

સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે. Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 % આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 7,889 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 7,415 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,459 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 60.13 % આવ્યું છે.

Comments
Post a Comment