ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે.   આજે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે.

કચ્છ-સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ

આજે કચ્છ અને સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે પણ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની આસપાસ રહેશે.

અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી

આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

મંગળવાર 12 મેના રોજ  સુરેન્દ્રનગર 45 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 44.4 ડિગ્રી સાથે અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ગરમી પડી હતી. જ્યારે ગાંધીનગર, રાજકોટ, વડોદરા, કંડલા એરપોર્ટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી વરસતી લૂના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ વધ્યા છે. આકરા તાપથી બચવા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

હીટ સ્ટ્રોકથી બચવા કરો આ ઉપાય

ઉનાળાની ઋતુમાં દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. 3 લીટર પીવાના પાણીમાં 10 ગ્રામ વેટીવરના મૂળ નાખીને સારી રીતે ઉકાળો, પછી આ પાણી આખા દિવસ દરમિયાન પીવો. હીટ સ્ટ્રોકથી બચવા માટે, આલ્કોહોલ, ગરમ અથાણું અને આથોવાળા એસિડિક ખોરાક લેવાનું ટાળો. હીટ સ્ટ્રોકથી બચવા માટે તમારા આહારમાં નારિયેળ પાણી, લીંબુનો રસ, તરબૂચ અને તરબૂચ જેવા મોસમી ફળોનો સમાવેશ કરો.

આ પણ વાંચો- રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી

પોલિએસ્ટરથી બનેલા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો અને તેના બદલે ઢીલા-ફિટિંગ સુતરાઉ કપડાં પહેરો. ઘરની બહાર તડકામાં ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવાનું ધ્યાન રાખો. સવારે 11 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો, કારણ કે તે હીટ સ્ટ્રોકનું કારણ બની શકે છે.

Comments
Post a Comment