
<p>ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય છાપરી, ગલાલીયાવાડ, રામપુરામાં વરસાદ વરસ્યો હતો. ખરોડ, ડોકી, જાલત, વાંદરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. લીમડી તાલુકાના મીરાંખેડી, વરોડ, ડુંગરી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. દાહોદના ફતેપુરા, સલરા, વડવાસમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કરોડિયા, વલોન્ડી, પાટવેલ, નવાગામ, છાલોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.&nbsp;</p>
<p>ભરઉનાળે મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાણા અને સંતરામપુર શહેર અને ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કડાણા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. તો સંતરામપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5થી આઠ મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે</p>
<p>&nbsp;</p>
Comments
Post a Comment