Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ત્રણથી ચાર  દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર, કચ્છ,પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર બપોર બાદ જોવા મળશે. વેસ્ટર્સન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 4થી5 દિવસ રાજ્યમાં આ સ્થિતિ જોવા મળશે, ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યભરની વેઘરની પેર્ટન ઉનાળામાં થોડી બદલાઇ છે. જો એક અન્ય એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ એક્ટિવ છે. જેથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.

વાતાવરણમાં પલટાના કારણે હાલ તાપમાનનો પારો 2થી3 ડિગ્રી નીચે જતાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળા પવન વહેતા અને વરસાદ આવતા ગરમીથી રાહત મળે છે. પરંતુ ફરી 9 મે બાદ ગરમીમાં વધારો થશે અને તાપમાન ફી 41 ડિગ્રીના પાર પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, અમરેલી સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતના વિસ્તારમાં તાપમાનનો પાર 43ને પાર થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે વાતાવરણમાં પલટાની સ્થિતિ 7 કે 8 મે સુધી રહેશે બાદ ફરી ઉનાળો તેનો મિજાજ બતાવશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે.

5 મેએ ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો

રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વેધરની પેર્ટન ચેન્જ થતાં અનેક જગ્યા વંટોળ તો અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગત રાત્રે અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવનના કારણે અનેક જગ્યાં વૃક્ષો ધરાશાયી થયા.  અમદાવાદ સહિત આ શહેરમાં રાત્રે મીની વાવાઝડો   ત્રાટક્યું , ભારે પવન સાથે વરસાદ  વરસ્યો  વૃક્ષો બેનર ધરાશાયી થયા.  મંગળવારે મોડી રાતે અમદાવાદ શહેરમાં  બોપલ, ઘુમા  માવઠું થયું.  બોડકદેવ અને એસજી હાઈવે પરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ  વરસ્યો ..ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીમાં  વધારો કર્યો. અમદાવાદની સાંજ તોફાની બની હતી. ભારે પવનના કારણે પ્રહલાદનગર અને જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષ અને બેનર ધરાશાયી થયા હતા .. અનેક જગ્યાએ વાહનોને પણ  નુકસાન થયાના અહેવાલ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે  પવન સાથે વરસાદ વરસ્યો. . એસ.જી.હાઈ-વે, જીવરાજ પાર્ક, વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારમાં ભારે પવનને તબાહી સર્જી, બેનર અને વૃક્ષો ધરાશાયી થયાં.  અમદાવાદમાં કમોસમી વરસાદમાં જ  ભુવા પડતાં  લોકોની પરેશાની વધી હતી... વટવામાં બાઈક સાથે ભુવામાં  યુવક પડતાં . ફાયરબ્રિગેડે યુવકને  રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. .. ઈજાગ્રસ્ત યુવકને LG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ   કરાયો  છે.

આ પણ વાંચો:અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી

રાજ્યના પાટનગરમાં પણ  વરસાદ પડ્યો. ગાંધીનગરમાં ભારે પવન સાથે  વરસાદ પડતાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે.  ઉનાળાની સીઝનમાં પણ  ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.  રસ્તા પર વરસાદી પાણીથી જળમગ્ન થયા છે.

મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં  પલટો જોવા મળ્યો હતો, લીલીયાના મોટા કણકોટ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લીલીયા ગ્રામ્ય વિસ્તાર સહિત મોટા કણકોટ, આંબા ગામમાં કમોસમી વરસાદ વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના બોરાળા ગામે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ધારી, ખાંભા બાદ લીલીયા અને સાવરકુંડલા ખારાપાટ વિસ્તારમાં વરસાદનું આગમનથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

અરવલ્લીમાં પણ અચાનક મીની વાવાઝોડું ત્રાટક્યું હતું, મોડાસામાં સાજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. નવીન બસપોર્ટનું લોખંડનું એલિવેશન ધરાશાઈ  થતાં નુકસાન થયું છે. ઉંચેથી નીચે પડતાં તૂટી ગયું હતું જો કે તે સમયે કોઇ ત્યાં હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે.

સાબરકાંઠા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન સામાન્ય પવન બાદ સાંજના સમયે પવનની ગતિ વધી હતી અને  પવનને લઈ ધૂળની ડમરીઓથી વાતાવરણ ધૂધરું બન્યું હતું. હિંમતનગર,પ્રાંતિજ,ઇડર, વડાલી સહિત આસપાસના વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો. રોડ-રસ્તા અને હાઈવે પર પવનને કારણે ઊડતી ડમરીને લઈ વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતા.

Comments
Post a Comment