
<p>રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રવિવારે 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ 43.1 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. અમરેલીમાં 43.3, &nbsp;રાજકોટમાં 43.5, ગાંધીનગરમાં 43 ડિગ્રી, વડોદરા, ભુજમાં 42.6 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.&nbsp;</p>
<p>હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ગરમીમાં ઘટાડો થઈ શકે છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. એટલે કે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તો આ વર્ષે કેરળમાં ચોમાસું 26 મેના રોજ બેસવાની સંભાવના છે.</p>
<p>હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p>
<p>&nbsp;</p>
Comments
Post a Comment