Gujarat Weather Update: પૂર્વત્તરના રાજ્યોમાં વધારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણમાં પણ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે તદપરાંત ઉત્તર ભારતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી સાથે લૂનો અનુભવ થઇ રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 5 મેથી ફરી વાતાવરણમાં પલટો આવશે, 5 મેથી 7 મે સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને ક્યાં હળવો વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે. 5થી 7 મે સુધીમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે, આ સમય દરમિયાન વાદળો બંધાશે અને  છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તાપમાનમાં 2થી ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગના આંકલન મુજબ 5થી 7 મે સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળો જોવા મળશે અને તાપમાન ઘટશે તેમજ છૂટછવાયો હળવો વરસાદ વરસશે. ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. આ ત્રણ દિવસ દરમિયાન કોઇ જગ્યાએ એટલે કે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઇ વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન પવનની ગતિ પણ વધી શકે છે.

આ પણ વાંચો:Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે

હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર,મોરબી, પાટણ, કચ્છના વિસ્તારોમાં ગરમી સૌથી વઘારે રહેવાની શક્યતા છે. 6 મેથી તાપમાન ગગડતાં ગરમીથી થોડી રાહત મળી શકે તેમ છે. તાપમાન 42 ડીગ્રી નોંઘાયું છે. જો કે થન્ડરસ્ટ્ર્રોર્મ એક્ટિવિટીના કારણે  5 મેથી રાજ્ય.માં ગરમી ઘટી શકે છે. નોંધનિય છે કે, મેના મધ્યથી પ્રિમોનસૂન એક્ટિવિટી જોર પકડી શકે છે. હાલ મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. આગામી દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થતાં તાપમાન ઘટતાં  હિટવેવની સ્થિતિથી રાહત મળશે.

એક તરફ, મેદાની વિસ્તારોમાં ભારે ગરમી અને ભેજની સાથે વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન, પહાડી વિસ્તારોમાં હવામાન ખુશનુમા રહે છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તાપમાન પણ 20 થી 28 ડિગ્રીની વચ્ચે રહે છે. આ તાપમાન ફરવા માટે આદર્શ છે, પરંતુ વરસાદને કારણે, એકવાર હવામાન તપાસવું મહત્વપૂર્ણ છે.

દક્ષિણ ભારતમાં પ્રિમોનસૂનવ એક્ટિવિટી ચાલી રહી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે, પરંતુ ભેજનું પ્રમાણ ઊંચું રહે છે.

Comments
Post a Comment