Gujarat Vidhan Sabha: ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં એટલે કે, 19 મેની આસપાસ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. આ સત્ર દરમિયાન ગુજરાતમાં નારી શક્તિ વંદન અધિનિયમને લઇને પ્રસ્તાવ લાવી શકાય છે. સરકાર કેન્દ્ર સરકારના આ બિલને લઇને ખુબ જ એક્ટિવ મૉડમાં છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં જ પુરુ થયુ છે. વર્ષ 2026નું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં યોજાયું હતું અને માર્ચ મહિનાના અંતમાં પૂર્ણ થયું હતુ. આ સત્ર દરમિયાન કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે ગુજરાત સરકાર આગામી 19 મેની આસપાસ ફરી એકવાર વિશેષ સત્રનું આયોજન કરી શકે છે. ગુજરાત વિધાનસભાના આ વિશેષ સત્રમાં નારી શક્તિ વંદન અધિનિયમને લઈ પ્રસ્તાવ લાવી શકે છે. બજેટ સત્ર 2026 માં સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા હતા, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC), ઉપાધ્યક્ષની ચૂંટણી, નાણાકીય આયોજન લઇને ખાસ રૉડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે

નારી શક્તિ વંદન અધિનિયમ
નારી શક્તિ વંદન અધિનિયમ (Nari Shakti Vandan Adhiniyam) એ ભારતીય લોકશાહીમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે લેવામાં આવેલું એક ઐતિહાસિક પગલું છે. આ કાયદો ભારતના બંધારણના 106મા સુધારા (106th Amendment Act) તરીકે ઓળખાય છે.

મુખ્ય જોગવાઈઓ
33% અનામત: લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે 33% (એક તૃતીયાંશ) બેઠકો અનામત રાખવામાં આવશે.
SC/ST અનામત: મહિલાઓ માટેની આ 33% બેઠકોમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની મહિલાઓ માટે અનામત બેઠકોનો પણ સમાવેશ થશે.
રોટેશન પદ્ધતિ: અનામત બેઠકો દરેક સીમાંકન (Delimitation) પ્રક્રિયા પછી બદલવામાં આવશે (રોટેશન કરવામાં આવશે).
સમયગાળો: આ અનામત શરૂઆતમાં ૧૫ વર્ષ માટે રહેશે, જેને સંસદ દ્વારા આગળ લંબાવી શકાય છે.

Comments
Post a Comment