Heatwave :  રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.5 અને કંડલામાં 45.4 ડિગ્રી સુધી પહોંચતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. ઉપરાંત અમરેલીમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, ડીસામાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી

બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે.

12 જિલ્લામાં હીટવેવની ચેતવણી

રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા, અને બોટાદમાં પણ ગરમી ભૂક્કા બોલાવશે. આગ ઝરતી ગરમીના કારણે લોકો બપોરે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ભરચક રહેતા વિસ્તારોમાં પણ ટ્રાફિક નહિવત હતો.

આ પણ વાંચોઃ Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન?

અમદાવાદ કાળઝાળ ગરમીમાં શેકાયું હતું. સોમવારે 44.3 ડિગ્રી સાથે  અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. હજુ આગામી 3 દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે 44.3 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 44ને પાર થયું હોય તેવું અગાઉ 2013, 2026, 2019, 2020, 2022, 2023, 2024ના વર્ષમાં બન્યું હતું. જેમાં 20 મે 2016એ તો 48 ડિગ્રી સાથે ઓલટાઈમ હાઈએસ્ટ તાપમાન નોંધાયું હતું.  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગઈકાલે રાત્રે 30 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રીનો વધારો થયો હતો. જેના કારણે રાત્રિના પણ ઉકળાટ અનુભવાઈ હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હાલ ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વડોદરા અને જામનગર જેવા શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રીની ઉપર રહેતા લોકો ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહ્યા છે. આકરા તડકા અને ગરમ પવનને કારણે આંખો માટે જોખમ હોવાથી નાગરિકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

Comments
Post a Comment