Skip to main content
Rain Forecast: 19 મેથી 23 મે વચ્ચે આ જિલ્લામાં વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast:હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, અરબ સાગર આગામી દિવસોમાં વધુ સક્રિય રહેશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા પણ છે. 19 મેથી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત 8 જૂનના રોજ અરબ સાગરમાં પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જ્યારે 23 જૂનથી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Weather forecast: રાજ્યમાં 18 મે બાદ આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન ગરમી અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની મિશ્ર અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD) મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને ગાજવીજની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં  આ સ્થિતિ 18 મે બાદ જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં ગરમી યથાવત રહી શકે છે, તાપમાન 40°C આસપાસ રહેવાની શક્યતા છે.દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ વિસ્તારમાં પ્રિ-મોન્સૂન વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક સ્થળોએ પવનની ગતિ વધી શકે છે.અરબ સાગરમાં સિસ્ટમ  સક્રિય બનતાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે ગરમી સાથે ઉકળાટનો અનુભવ થઈ શકે છે.IMD એ કેરળમાં ચોમાસું 26 મે આસપાસ પહોંચવાની શક્યતા દર્શાવી છે, જેના પ્રભાવથી ગુજરાતમાં પણ હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી શકે છે
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...