Vav-Tharad: ગેનીબેન ઠાકોરના અપમાનથી કોંગ્રેસ આક્રમક, રેલી યોજી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહનનો કર્યો પ્રયાસ

Vav-Tharad: બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેનને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરેલી વિવાદિત ટિપ્પણીથી હવે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. વિરોધ પક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઇને આજે વાવ-થરાદમાં કોંગ્રેસે વિરોધ રેલી યોજી હતી, આ રેલી દરમિયાન કોંગ્રેસે જગદીશ વિશ્વકર્માનું પૂતળા દહન કરવાનો કાર્યકર્મ યોજ્યો હતો. જોકે, પોલીસે પોતળૂ છીનવી લીધુ હતુ.

વાવ-થરાદમાં થોડાક દિવસ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર કરેલા નિવેદનને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઇ હતી. કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે, પોલીસે પૂતળુ છીનવી લીધુ હતુ. પૂર્વ MLA ગુલાબસિંહ રાજપૂત, શિવાભાઈ ભુરીયા, ઠાકરશી રબારી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શનની આ રેલી કલેક્ટર કચેરી સુધી યોજી હતી.

ગેનીબેન ઠાકોર વિશે શું બોલ્યા હતા જગદીશ વિશ્વકર્મા
પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા ગેનીબેન ઠાકોર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠક ભાજપને આવવાને બદલે એક બનાસકાંઠાની બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. જે બાબતનું આખા ગુજરાતને રંજ હતું, જોકે હાલની ચૂંટણીમાં આ બનાસકાંઠા વિસ્તારમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ છે, બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસના એ બે નેતાઓને એવો તમાચો માર્યો છે કે, તેઓ ક્યારેય ભૂલી નહીં શકે.

ગેનીબેન અને જીગ્નેશ મેવાણીનું નામ લીધા વિના વિશ્વકર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસના આ બંને નેતાઓ માત્ર જ્ઞાતિદાવ અને વર્ગવિગ્રહ ફેલાવે છે. તેઓએ આગળ કહ્યું કે, હું બનાસની બહેન (ગેનીબેન), તમે અમારી સૌની બહેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું અપમાન કર્યું હતું નારી વંદના અધિનિયમ અંગે તે મહિલાઓ ક્યારેય નહીં ભૂલે, તેનો બદલો જનતાએ તમારી (ગેનીબેન) સાડીના પાલવમાંથી આ બે બેઠકો આચકીને લઈ (ભાજપને જીતાવી) આપી છે. જે બાદ આ મામલે વિરોધ શરૂ થયો છે.

હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે

ગેનીબેનનો પડકાર
સમગ્ર મામલે ગેનીબેને પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, જીતના નશામાં જગદીશભાઈએ આ નિવેદન આપ્યું છે. પલ્લુ એટલે મહિલાઓની મર્યાદાની ઓળખ. જેની પર ટિપ્પણી કરવી એ તમામ મહિલાનું અપમાન છે. જગદીશભાઈને સંસ્કૃતિનું, પરંપરાનું કે સાડીના પલ્લુના મહિમા શું છે એ ખબર નહીં હોય. મહાભારતમાં દ્રૌપદીના ચીર હરણ વખતે ઘણા મહાનુભાવો ચૂપ રહ્યા હતાં. આ વખતે પણ ભાજપમાં ઘણા સારા લોકો એવા લોકોને કંટ્રોલ નહીં કરે તો મહાભારતનું પુનરાવર્તન થશે. ગેનીબેન જો જગદીશ વિશ્વકર્માને એટલું જ અભિમાન હોય તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠામાંથી લડી બતાવે અને હું પણ મારા મોવડીમંડળને કહીશ કે મને પણ એમની સામે ચૂંટણી લડવા દે... તો એમનું પાણી મપાઈ જશે. બનાસકાંઠાના કોઈ પણ માણસ એમની સામે ચૂંટણી લડવા તૈયાર રહેશે.

Comments
Post a Comment