Gujarat Weather update:રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકોને રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ, ત્રણ દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

30 મેની વરસાદની આગાહી

30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે.

31 મેની વરસાદની સ્થિતિ

31 મેના રોજ પણ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું અનુમાન છે. ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

1 જૂનની આગાહી

1 જૂનના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા છે.  મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. સાથે જ છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

તાપમાનમાં ઘટાડાનો અંદાજ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીથી થોડી રાહત મળશે.ગરમીથી ત્રસ્ત લોકો માટે આ વરસાદની આગાહી રાહતભર્યા સમાચાર લઈને આવી છે, અને હવે સૌની નજર આગામી હવામાન પરિવર્તન પર રહેશે. મેના અંતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટછવાયો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીનું અનુમાન વ્યક્ત કર્યું છે.

Comments
Post a Comment