Weather Update:  હવમાન વિભાગે ચોમાસા ધીમી ગતિએ આગળ વધતું હોવાની જાણકારી આપી છે પરંતુ આ પહેલા રાજસ્થાન પર રચાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખાના કારણે ગુજરાતના વાતવરણમાં પણ અચાનક પલટો આવ્યો  છે.  ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે.  ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક  સુધી ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા વધી છે.

દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ

દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સંજેલી, ગરબાડા બાદ લીમખેડા પંથકમાં વરસાદ નોંધાયો હતો. લીમખેડાના પાણીયા, દેગાવાડા અને બાંડીબાર ગામોમાં વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સંજેલી, કોટા, થાળા અને ચમારીયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગરબાડા પંથકના પાચવાડા બોરિયાલા અને નવા ફળિયા ગામોમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

મહીસાગર જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી દરમિયાન મહીસાગર જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લુણાવાડા અને સંતરામપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે બાલાસિનોર, ખાનપુર અને વિરપુરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

અરવલ્લીમાં વરસાદ

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડાસા ગ્રામ્ય વિસ્તાર અને શામળાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. વાસેરાકંપા, ઈસરોલ અને ઉમેદપુર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 8  જૂન સુધી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. સાથે જ પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Weather : બે સિસ્ટમ એક્ટિવ થતાં, 8 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વડોદરામાં વાદળો ઘેરાયા
વડોદરા  આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વડોદરા જિલ્લાના શિનોર અને કરજણ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આકાશમાં ઘેરાયેલા વાદળોના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે.

બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગર અને વડાલી વિસ્તારમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાતાવરણમાં આવેલા આ બદલાવથી એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતો પણ વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સમયનો વરસાદ કેરીના પાકને ખાસ કરીને નુકસા પહોંચાડી શકે છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધોરાજી, ઉપલેટા અને જેતપુર સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે, જો આગામી દિવસોમાં વરસાદ વધુ ખાબકે તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તલ અને મગના પાક પર પણ અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગે  8 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં આજથી ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડી શકે છે.

માનસૂનની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ચિંતાજનક આગાહી પણ કરી છે. વિભાગના અનુમાન મુજબ ચાલુ વર્ષે અલ નીનોની અસરને કારણે ચોમાસું નબળું રહી શકે છે અને સામાન્ય કરતાં માત્ર 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત સહિત દેશના આઠ રાજ્યોમાં જૂન મહિનામાં પણ હીટવેવની અસર યથાવત રહેવાનો અંદાજ છે. સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોના કારણે વાતાવરણમાં અણધાર્યા પલટા આવી શકે છે. નબળા ચોમાસાના કારણે ખેતી અને મોંઘવારી પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Comments
Post a Comment