https://ift.tt/KNl5vPs
ગાંધીનગર જિલ્લાની રોજગારવાંચ્છુ મહિલાઓને પગભર બનાવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 17 જૂનના રોજ સવારે 10 કલાકે ગાંધીનગર માણસા રોડ પર વાસન ખાતે આવેલી બાપુ કોલેજમાં મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળાની ખાસિયત એ છે કે તેમાં માત્ર ગાંધીનગર જિલ્લાની જ મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે, જેમાં રોજગાર કચેરીમાં અગાઉ નામ નોંધણી કરાવી હોય કે ન કરાવી હોય તેવી તમામ લાયક મહિલાઓ સામેલ થઈ શકશે. મહિલાના ઈન્ટરવ્યુ લઈને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પ્રક્રિયા
આ મહિલા રોજગાર ભરતીમેળામાં રાજ્યભરના અનેક પ્રતિષ્ઠિત ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ અહીં આવનારી કુશળ અને ઉત્સાહી મહિલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લઈને સ્થળ પર જ પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરશે. શારીરિક રીતે સશક્ત અને કામ કરવાની ઈચ્છા ધરાવતી 18 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ આ મેળાનો લાભ ઉઠાવી શકશે. ભરતીમેળામાં ભાગ લેવા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત
જે માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ તેમજ કોઈપણ વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની પદવી ધરાવતી મહિલાઓ આ ભરતીમેળામાં રોજગારી મેળવવા માટે લાયક ગણાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતી તમામ મહિલા ઉમેદવારો માટે રાજ્ય સરકારના સત્તાવાર 'અનુબંધમ પોર્ટલ' (anubandham.gujarat.gov.in) પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ જોબફેર માટેનો વિશેષ જોબફેર આઈ.ડી. JF752913533 નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લા રોજગાર અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મુલાકાત માટે આવનારી મહિલા ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, તેની નકલો (ઝેરોક્ષ) અને બાયોડેટા સાથે સ્વખર્ચે નિયત સમયે બાપુ કોલેજ ખાતે હાજર થઈ જવાનું રહેશે. સ્થાનિક મહિલાઓ માટે સ્વનિર્ભર બનવાની આ એક ઉત્તમ અને પ્રશંસનીય તક સાબિત થશે.
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment