Skip to main content

રાજ્યની 224 APMCના 3000થી વધુ કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે બોનસ આપવાની મંજૂરી આપી, જાણો શરતો

gujarat apmc bonus rules: રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)માં કામ કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક બહુ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવેથી APMCના કર્મચારીઓને પણ નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થું ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતની કુલ 224 APMCના 3000થી પણ વધારે કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે. લાંબા સમયથી બોનસ અને ભથ્થાની રાહ જોતા કર્મચારીઓ માટે આ ખરેખર એક મોટા આનંદના સમાચાર છે.

આ બોનસ અને ભથ્થું આપવા માટે સરકારે કેટલીક ચોક્કસ શરતો પણ રાખી છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, જે APMCનો કુલ મહેકમ ખર્ચ 'બજારના નિયમો' પ્રમાણે 40 ટકાની લિમિટમાં રહેતો હશે, માત્ર તે જ APMC પોતાના કર્મચારીઓને બોનસ આપી શકશે. બજાર સમિતિઓમાં નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ શરત પૂરી કરતી સંસ્થાઓ પોતાના કર્મચારીઓને વધુમાં વધુ 2 મહિનાના પગાર જેટલું બોનસ અથવા રહેમ ભથ્થું ચૂકવી શકશે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ (ગાંધીનગર) દ્વારા લાંબા સમયથી સરકારમાં આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. કર્મચારી સંઘે કરેલી આ રજૂઆતો પર મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરે ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરે મંજૂરીની મહોર મારવામાં આવી છે. APMCનો વહીવટ અને નાણાકીય સ્થિતિ નબળી ન પડે અને સાથે જ કર્મચારીઓનું પણ ભલું થાય તેવા હેતુથી સરકારે વચગાળાનો એક સકારાત્મક રસ્તો કાઢ્યો છે અને કાયદેસર રીતે બોનસ આપવાની છૂટછાટ આપી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે બોનસ સિવાયની અન્ય વહીવટી શરતો અગાઉ હતી તેવી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આ પણ વાંચોઃ રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

સરકારની પ્રાથમિકતા હંમેશા APMCના નાણાકીય હિતોની રક્ષા કરવાની સાથે તેમાં કામ કરતા કર્મયોગીઓનું કલ્યાણ કરવાની રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 3000 જેટલા કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. કર્મચારી સંઘના હોદ્દેદારોએ સરકારના આ કલ્યાણકારી નિર્ણયને ખુલ્લા મને આવકારીને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

આ પણ વાંચોઃ જીતુ વાઘાણીની મોટી જાહેરાત: રાજ્યની 224 APMC ની કાયાપલટ થશે; સરકારે સહાયમાં 100% નો વધારો કર્યો

Comments