Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ ત્રણ સિસ્ટમના કારણે છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 52 તાલુકાઓમાં 1થી 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં 2.91 ઈંચ નોંધાયો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.52 ઈંચ અને ગોધરામાં 2.48 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પંચમહાલના મોરવા હડફમાં 1.89 ઈંચ, ઘોઘંબામાં 1.69 ઈંચ અને વડોદરાના ડેસરમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ભુજ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.

આ પણ વાંચો: Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન

હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગે આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હાલ રાજ્યભરમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ બનતા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હવે ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રીની વાત કરીએ તો 30 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું દસ્તક દે તેવા કોઇ સંકેત દેખાતા નથી. હવામાન વિભાગની મોડલના અભ્યાસનું તારણ છે કે, 27 બાદ ચોમાસુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં પહોંચી શકે છે અને 27 જૂન બાદ મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે  છે. આ મુંબઇના વરસાદ બાદ 7 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે.

Comments
Post a Comment