Weather forecast: ગુજરાતમાં હજુ ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ નથી પરંતુ હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. પ્રિમોનસૂન એક્ટીવિટીના ભાગરૂપે . રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે સવારે 12 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર મહેસાણા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે અરવલ્લી, ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. ગોધરા શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી રાત્રે સારો વરસાદ નોંધાયો હતો. જાંબુઘોડા, શિવરાજપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો: Pavagadh Tragedy: પાવાગઢમાં મોટી દુર્ઘટના, વરસતા વરસાદમાં ભેખડ ધસી પડતા 2 લોકોના મોત

હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે અને આગામી કલાકોમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  જો કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હજુ પણ તાપમાન 40ની આસપાસ રહેતું હોવાથી ગરમીનો પ્રકોપ યથાવત છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી કલાકોમાં આણંદ સહિત મધ્ય ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે. અનુમાન મુજબ આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Comments
Post a Comment