Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અલનીનોની અસરના કારણે સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

Weather Update: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.  આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી એક સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય બનતા  ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

બીજી તરફ, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ચાલુ વર્ષના ચોમાસા પર અલનીનોની અસર જોવા મળી શકે છે. અલનીનોના પ્રભાવને કારણે વરસાદની માત્રામાં ઘટાડો થવાની શક્યતા છે, જો કે ચોમાસાના શરૂઆતના 2 માસ સારો વરસાદ રહેશે એટલે વાવણી લાયક વરસાદની ઘટ મોટાભાગના વિસ્તારમાં જોવા મળશે નહિ જો કે અલનીનોની અસરથી કેટલાક જિલ્લામાં સાવ ઓછો વરસાદ  તો ક્યાંક અતિભારે વરસાદ પડે તેવી શકયતા પણ દેખાઇ રહી છે તદપરાંત કેટલાક જિલ્લામાં વરસાદની ઘટ પણ જોવા મળી શકે છે. ચોમાસાા છેલ્લા 2 મહિના અલનોની અસરથી વરસાદનું પ્રમાણ ઘટી શકે છે.

આ પણ વાંચો: Weather: રાજયમાં કઇ તારીખે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું આપ્યું એલર્ટ

જોકે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સમયાંતરે નવી આગાહી જાહેર કરવામાં આવશે. હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

ઉલ્લેખનિય છે કે, અરબ સમુદ્રની બ્રાન્ચ તેની ગતિએ આગળ વધતા કેરળ, તમિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યુ છે પરંતુ બંગાળની બ્રાન્ચ જે ગુજરાતમાં વરસાદ લાવે છે તે હજુ એક્ટિવ નથી જેના કારણે ગુજરાતને હજુ 20 જૂન સુધી વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગે 20 જૂનની આસપાસ ચોમાસાના વરસાદની આગાહી કરી છે. જેથી 23ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. 25 જૂન બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ચોમાસું આવરી લેશે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સમય દરમિયાન મધ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતની તુલનામાં ઓછો વરસાદ પડી તેવી શક્યતા જોવાઇ રહી છે.

Comments
Post a Comment