Skip to main content

Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel Prediction:  ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના આગમન અને વરસાદી સિસ્ટમને લઈને મહત્વની આગાહી કરી છે.

અલનીનોની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં અલનીનોની અસરના કારણે ચોમાસું ધાર્યા પ્રમાણે આગળ વધી રહ્યું નથી. આ ઉપરાંત, ગંગા-યમુનાના મેદાનો જોઈએ તેવા તપ્યા ન હોવાથી પણ વરસાદી માહોલ જામતો નથી. જોકે, એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેમાં આગામી 18મી જૂને પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે 18 થી 20 જૂન દરમિયાન આકાશમાં વાદળો ઘેરાશે અને 22 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે.

22 જૂનથી ચોમાસું એક્ટિવ થશે, 23 જૂનથી ધમાકેદાર વરસાદની શરૂઆત

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 22 જૂનથી ચોમાસુ વિધિવત રીતે એક્ટિવ થઈ જશે. ત્યારબાદ 23 જૂનથી રાજ્યમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને 23 જૂનથી 26 જૂન વચ્ચેના ગાળામાં વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ વરસશે.

મહારાષ્ટ્ર, મુંબઈ અને સૌરાષ્ટ્રમાં નવી સિસ્ટમ એક્ટિવ થશે

ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ 27 થી 29 જૂન સુધીમાં મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદની મજબૂત સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારબાદ 29 જૂનથી 7મી જુલાઈ સુધીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ આકાર લેશે. આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના વિવિધ ભાગો, મુંબઈ તેમજ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.

જૂલાઈમાં અલનીનો વચ્ચે પણ ચોમાસું સુધરશે

ચોમાસાના આગામી મહિનાઓ વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચાલુ વર્ષે વચ્ચે-વચ્ચે અલનીનોની અસર ચોક્કસપણે વર્તાશે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. અલનીનોની આ અસર વચ્ચે પણ જૂલાઈ મહિનામાં ભારે વરસાદ વરસશે જેના કારણે ચોમાસાની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને સારો વરસાદ નોંધાશે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 41.4°C તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિગતવાર આ પ્રમાણે આગાહી કરી છે:

15થી 17 જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...