Gujarat Rain: આ વર્ષે ચોમાસાનો વરસાદ ખેંચાતા ખેડૂતો અને સામાન્ય લોકો ચિંતામાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર,જુલાઈ મહિનાની શરૂઆતથી જ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર આગામી 48 કલાકમાં વરસાદ શરુ થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  2 જુલાઈથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસર 5 જુલાઈ સુધીમાં ગુજરાત પર થશે.  5 જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જુલાઈના પ્રથમ અને બીજા સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 થી 11 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  2 જુલાઇથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસર 5 જુલાઈ સુધીમાં ગુજરાત પર થશે. 5 જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  12 જુલાઇ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી તેમણે કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, હવામાં ભેજનું ઓછું પ્રમાણ, સૂકા પવનો અને દરિયામાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ કે સામુદ્રિક પેરામીટર્સ સક્રિય ન હોવાના કારણે વરસાદમાં વિલંબ થયો છે."

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.  જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં આજે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

બીજી તરફ  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વિપરીત આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારમાં ગરમી અને ઉકળાટ વધવાનું અનુમાન વ્યકત કરાયું છે. હાલની સ્થિતિ પ્રમાણે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 1થી 4 જુલાઈ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Comments
Post a Comment