Skip to main content

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ

Gujarat weather update:  રાજ્યમાં આગામી કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી એક કલાકમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ખાસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી  છે. પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતો, વાહનચાલકો અને ખુલ્લા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતા આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડક અનુભવાય તેવી શક્યતા છે.

મુંબઇમાં વરસ્યો ધોધમાર વરસાદ

પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ...વહેલી સવારથી જ મુંબઈના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો....વરસાદના કારણે અંધેરી સબવેમાં પાણી
ભરાઈ જતા થોડા સમય માટે બંધ કરાયો....વરસાદના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો...મુંબઈમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે...ખાસ કરી સાંજે 5થી 7 વાગ્યે વચ્ચે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે...તો આ તરફ મહારાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે..

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...