ambalal patel monsoon forecast 2026: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, હવામાં ભેજનો અભાવ અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે હાલ વરસાદ ખેંચાયો છે. જોકે, આગામી 6 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને 16 જૂન પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની પૂરી શક્યતા છે.

ગરમી અને ભેજના અભાવે વરસાદ ખેંચાયો

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે અને હવામાં પૂરતો ભેજ ન હોવાથી ચોમાસું ધીમું પડ્યું છે. અરબ સાગર અત્યારે સક્રિય નથી, જેને કારણે ગુજરાતમાં વરસાદ આવવામાં વિલંબ થઈ રહ્યો છે. હાલ મુંબઈમાં પણ ચોમાસું અટકી ગયું છે, જ્યારે બીજી તરફ પૂર્વ ભારતમાં ચોમાસું સારી રીતે સક્રિય થઈ ચૂક્યું છે.

આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

આગામી દિવસોની વાત કરીએ તો, મુંબઈમાં 15 જૂન પછી ચોમાસું ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. જ્યારે ગુજરાતમાં 16 જૂન બાદ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે સારો વરસાદ આવી શકે છે. જોકે, ત્યાં સુધી આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. એટલે કે, લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે પણ સાર્વત્રિક વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાને લઈ મોટી આગાહી: 13 જિલ્લા એલર્ટ, આ તારીખથી ધબધબાટી બોલશે!

સપ્ટેમ્બરમાં દેખાશે અલ નીનોની અસર

ખેડૂતો અને સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય એ પણ છે કે આ વર્ષે ચોમાસા પર અલ નીનોનું ગ્રહણ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અલ નીનોની સૌથી વધુ અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે. આ સમયગાળા દરમિયાન વરસાદના પ્રમાણમાં ખાસ્સી એવી વધઘટ થઈ શકે છે, જેની સીધી અસર ખેતી અને પાક પર પડી શકે છે.

ખેડૂતો માટે માઠા સમાચાર: અલ નીનોથી વરસાદ ઘટશે

ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે ચોમાસાને લઈને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વર્ષે ચોમાસા પર 'અલ નીનો'ની ઘેરી અસર જોવા મળશે, જેના કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે. જોકે, એક તરફ 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે અને 19 જૂન સુધી અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ છે, ત્યારે સરકારે પણ વરસાદ ખેંચાવાની સ્થિતિને પહોંચી વળવા 197 જિલ્લાઓમાં આગોતરા આયોજનના ભાગરૂપે એલર્ટ આપી દીધું છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ

Comments
Post a Comment