Ambalal Patel weather forecast: ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ એક રાહત આપનારી આગાહી કરી છે. હાલમાં અલનીનોની અસર અને એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું અટકી પડ્યું છે અને આગળ વધી શક્યું નથી. પરંતુ, અંબાલાલ પટેલની આગાહી મુજબ નિરાશ થવાની જરૂર નથી, 22 જૂનથી ચોમાસું ફરીથી સક્રિય થવા જઈ રહ્યું છે અને જુલાઈ મહિનામાં વરસાદનું એક જોરદાર વેવ આવશે, જે આખા ચોમાસાને સદ્ધર કરી દેશે.

અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર, અત્યારે ગંગા અને યમુનાના મેદાનો જોઈએ તેટલા તપ્યા નથી, જેના કારણે વરસાદ લાવે તેવી સિસ્ટમ બની શકી નથી. ઉપરથી 18 જૂને હજુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જોકે, 18 થી 20 જૂન સુધીમાં આકાશમાં વાદળોનો જમાવડો શરૂ થઈ જશે. વાતાવરણમાં પલટો આવતા 22 જૂન સુધીમાં રાજ્યના કોઈ-કોઈ ભાગોમાં અચાનક જ અણધાર્યો વરસાદ વરસી શકે છે.

વરસાદની સત્તાવાર અને સારી શરૂઆત 23 જૂનથી થવાની પૂરી સંભાવના છે. 23 થી 26 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે. ત્યારબાદ, 27 થી 29 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. જે લોકો વરસાદની ખેંચની ચિંતા કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર એ છે કે 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્ર, મુંબઈ અને દક્ષિણ ભારતના ભાગોમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે.

એકંદરે, 22 જૂનથી ચોમાસાની ગાડી ફરી પાટા પર ચડી જશે. ભલે આ વર્ષે અલનીનોનું સંકટ છે અને સિઝન દરમિયાન વચ્ચે-વચ્ચે તેની અસર પણ ચોક્કસથી વર્તાશે, પરંતુ જુલાઈ મહિનામાં આવનારું વરસાદનું મોજું આખા ચોમાસાને બેઠું કરી દેશે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

આ પણ વાંચોઃ IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 41.4°C તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિગતવાર આ પ્રમાણે આગાહી કરી છે:

15થી 17 જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.

18થી 19 જૂન: વરસાદનો વ્યાપ થોડો વધશે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

19થી 21 જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રદેશમાં હવામાન સૂકું રહેશે.

Comments
Post a Comment