રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા માટે આજે સત્તાવાર નોટિફિકેશન જાહેર થવાનું છે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે.

ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મથામણ

Bharatiya Janata Party (ભાજપ)માં રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે આંતરિક કવાયત શરૂ થઈ ગઈ છે. ચર્ચાઓ મુજબ, સંગઠન અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, જગદિશ વિશ્વકર્માની દિલ્હી મુલાકાત દરમિયાન રાજ્યસભાના ઉમેદવારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે.

અંજલિબેન રૂપાણીના નામની ચર્ચા
સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે. અંજલિબેન રૂપાણીને રાજ્યસભા માટે મોકો મળી શકે છે. પાર્ટી સામાજિક સમીકરણો અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર નિર્ણય લઈ શકે છે.

વર્તમાન સભ્યોની મુદત પૂર્ણ થવા તરફ
રાજ્યસભામાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. તેમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો નો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.તે ઉપરાંત નરહરી અમીન (પાટીદાર સમાજ), રમીલા બારા (આદિવાસી સમાજ) અને અન્ય સાંસદોની મુદત પણ પૂર્ણ થઈ રહી છે. આ કારણે ચાર બેઠકો પર નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતા જોવાઇ રહી  છે.

રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતા
ચર્ચા મુજબ, ચૂંટણી બાદ રાજ્યસભામાં ગુજરાત કોટામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ઘટીને શૂન્ય થઈ શકે છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ વધુ મજબૂત બનશે. હાલ 11માંથી 10 બેઠકો ભાજપ પાસે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે.

લોબિંગ અને રાજકીય ગતિવિધિઓ તેજ

રાજ્યસભામાં સ્થાન મેળવવા માટે અનેક નેતાઓ દ્વારા પડદા પાછળ લોબિંગ શરૂ થઈ ગયું છે. ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી ચૂંટણી મોટાભાગે ઔપચારિક બની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિલ્લીમાં બીજેપીના તમામ પ્રદેશ અધ્યક્ષોની બેઠક
દિલ્હીમાં આજે Bharatiya Janata Party (ભાજપ)ના તમામ પ્રદેશ અધ્યક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સવારે 11 વાગ્યાથી ભાજપ મુખ્યાલયમાં યોજાશે. બેઠકની અધ્યક્ષતા Nitin Navin કરશે.આ બેઠકમાં પાર્ટીના સંગઠન મહામંત્રી B. L. Santosh તેમજ અન્ય તમામ રાષ્ટ્રીય મહામંત્રીઓ પણ હાજર રહેશે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાનોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સાથે જ સંગઠનાત્મક કાર્યોની સમીક્ષા અને રાજ્યોમાં પાર્ટીની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારીઓ અને નવી વ્યૂહરચનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સંગઠનના વિસ્તરણ અને બૂથ સ્તર સુધી પાર્ટીને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવશે.

Comments
Post a Comment