Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?

Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે  રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે સંકેત આપ્યા હતા કે ગુજરાતમાં 15 જૂને ચોમાસુ બેસવાની સંભાવના છે. એક સાથે બે સિસ્ટમના કારણે રાજ્યમાં એક સપ્તાહ વરસાદ વરસશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.

રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. જમ્મુ-કશ્મીર, દક્ષિણ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

કેરલમમાં ત્રણ દિવસ મોડા આગમન બાદ હવે ચોમાસાએ ગતિ પકડી છે. કર્ણાટકના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરી ચોમાસું સમય પર ગોવા પહોંચી ગયું છે. અહીં ચોમાસાનું આગમન સામન્ય રીતે પાંચ જૂન થાય છે. કેરલમના દરિયાકાંઠાથી 35 કિલોમીટર દૂર સમુદ્રમાં ચોમાસું 12 દિવસ સુધી અટવાયું હતું. જો કે કેરલમમાં પહોંચ્યાના પહેલા જ દિવસે તે 580 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર છવાઈ ગયું અને બીજા દિવસે કર્ણાટકની 350 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પાર કરી તે ગોવા પહોંચ્યું અને 10-11 જૂનની આસપાસ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે...તો 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જો કે કેરલમમાં ચોમાસાન આગમન બાદ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હી-NCR સહિત 27 રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

રાજસ્થાનમાં ચોમાસું જુલાઈના પ્રથમ સપ્તાહમાં પહોંચશે. તે પહેલા જ રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની શરૂઆત થઈ ચુકી છે. રાજસ્થાનના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, ભિલવાડા જયપુર સહિતના શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બિકાનેરના લુણકરણસરમાં ભારે વરસાદથી રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ચુરુમાં પણ ભારે પવન સાથે વરસાદથી સ્થિતિ વિકટ બની હતી. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આંધી અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આઠ જૂન સુધી રાજસ્થાનમાં આંધી અને વરસાદની આગાહી કરાઈ છે.

Comments
Post a Comment