
<p>અલનીનોની અસરની વચ્ચે રાજ્યના હવામાન વિભાગે આપ્યા વરસાદના સંકેત. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી... આગામી સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છ... આગામી ત્રણ દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,દમણ અને દાદર નગર હવેલીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું.... હાલમાં નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના વધુ ભાગો તરફ આગળ વધી રહ્યું છે... &nbsp;જો કે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણ સૂકું રહ્યું. હવામાન વિભાગ મુજબ હાલમાં તાપમાનના વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે... સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ મહત્તમ તાપમાન સતત બીજા દિવસે ભાવનગરમાં 41.4 ડિગ્રી નોંધાયું... આ સાથે જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ.</p>
Comments
Post a Comment