
<p>Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી</p>
<p>રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે વરસાદ. હવામાન વિભાગે આજથી 17 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 15 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. તો 15થી 17 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર, અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.</p>
<p>રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ. કાચા મકાનોના ઉડી જશે છાપરા. રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આ અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 15 જૂન સુધી રાજ્યમાં આંધ-વંટોળનું પ્રમાણ વધશે. આ વર્ષ વાયુનું વર્ષ હોવાની શક્યતા વ્યક્ત કરી અંબાલાલ પટેલે 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી. ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ કે ગુજરાતમાં 23થી 26 જુનની વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ જશે છે. 29 જૂનથી 7 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે અલનીનોને લીધે રાજ્યમાં વરસાદની ઘટ પડવાની પણ અંબાલાલ પટેલે આશંકા વ્યક્ત કરી.</p>
Comments
Post a Comment