
<p>Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું&nbsp;</p>
<p>કચ્છમાં વરસાદી ઝાપટા. મુંદ્રાના રતડિયામાં સવારે પડ્યો વરસાદ. નખત્રાણા તાલુકાના અમૂક વિસ્તારોમાં ઝરમર વરસાદ. પાટણમાં વાતાવરણમાં પલટો. પાટણમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ. હારીજ, ચાણસ્મા, સાંતલપુરમાં વાદળછાયું વાતાવરણ. સરસ્વતી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ. નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો. નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ. નવસારી ગ્રામ્યમાં પણ વાદળછાયું વાતાવરણ.</p>
<p>દેશના એક મોટાભાગની સેટેલાઈટ તસવીરોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વાદળો ગાયબ થવા લાગ્યા છે. બીજી તરફ દક્ષિણ અને મધ્ય ભારતના ઘણાં ભાગો સુધી ચોમાસાના આગમન છતાં દેશના મોટા ભૂભાગ પર વરસાદમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ 4થી 15 જૂન વચ્ચે દેશમાં માત્ર 19.2 મીમી વરસાદ થયો. જ્યારે આ સમયગાળા માટે સામાન્ય વરસાદ 53.7 મીમી માનવામાં આવે છે. એટલે કે દેશભરમાં અત્યાર સુધીમાં 64 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 15 જૂને ઈનસેટ- 3ડીએસ ઉપગ્રહ લેવાયેલી તસવીરોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ દેખાય છે. સક્રિય ચોમાસા દરમિયાન સામાન્ય રીતે દેખાતી વાદળોની વિશાળ પટ્ટીને બદલે દ્વીપકલ્પ અને મધ્ય ભારતનો મોટો ભાગ સાફ દેખાઈ રહ્યો છે. સૌથી વધુ વાદળની ગતિવિધી હિમાલયના વિસ્તારો, ઉત્તર-પૂર્વ ભારત અને ઈન્ડો-ગંગાના મેદાની વિસ્તારના ઉત્તરમાં કેન્દ્રિત છે. બીજી તરફ ચોમાસાની અરબી સમુદ્રની શાખા નબળી અને વિખરાયેલી જોવા મળી રહી છે. ગુજરાતમાં તો આમ તો સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે. પરંતું આ વર્ષે તેની ગતિ ધીમી પડતા હજુ એન્ટ્રી થઈ નથી. હવામાન વિભાગના અંદાજ મુજબ 23 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 25 જૂન બાદ ચોમાસું સક્રિય થઈ શકે છે.</p>
Comments
Post a Comment