Weather:  આગામી સપ્તાહ દરમિયાન ચોમાસાની ગતિ ધીમે-ધીમે આગળ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે, જ્યારે અનેક વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે.

આગામી સપ્તાહનું હવામાન
દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે.
ઉત્તર ગુજરાતમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા.
મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે.
દિવસનું તાપમાન મોટાભાગના વિસ્તારોમાં 36°C થી 40°C વચ્ચે રહેવાની શક્યતા.

રાજ્યમાં ચોમાસાને લઈને સ્થિતિ
ભારતમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાત તરફ તેની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 20 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનો સાર્વત્રિક વરસાદ શરૂ થઇ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ

ચોમાસાએ 4 જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરી. 4 જૂનથી મોનસૂને સારી પકડી અને પૂરપાટ ઝડપે આગળ વધતાં તે કર્ણાટક, તમિલનાડુ, ગોવા પહોંચી ગયું, મહારાષ્ટ્રની આસપાસના વિસ્તાર સહિત પશ્ચિમ બંગાળને પણ ચોમાસાએ આવરી લીધો. હવે ઓડિશા, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં 4-5 દિવસમાં ચોમાસુ પહોંચશે. મુંબઇમાં પણ એટલે કે 11 કે 12 તારીખ સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે. સામાન્ય રીતે મુંબઇમાં મોનૂસની એન્ટ્રીના એક સપ્તાહ બાદ ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી કરે છે.

હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 17 જૂન સુધી કોઇ ખાસ વરસાદના એંધાણ નથી.મોનસૂનનો વરસાદ રાજ્યમાં 20 જૂન બાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.

પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળ, તેંલગણા, આંધ્રપ્રદેશ, તમિલાનાડુ, કર્ણાટક, ગોવામાં વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાનના જુદા જુદા મોડલ મુજબ ચોમાસાની શરૂઆત નબળી છે. ગત વર્ષની સરખામણીમાં જે વરસાદ જૂનમાં પડવો જોઇએ તે હજુ જૂનન 10 દિવસ વીતિ ગયા તો પણ પડતો નથી.
ગુજરાત રાજયની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ રાજ્યમાં 15 જૂન સુધી વરસાદની આગાહી છે  જો કે  આ વરસાદ હળવાથી મધ્યમ અને છૂટછવાયો હશે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે. 12થી15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા
વરસાદની આગાહી કરવામાં આવી છે.

Comments
Post a Comment