Gujarat Weather Forecast: ગુજરાતમાં એક તરફ અસહ્ય ગરમી અને બફારાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત છે. ભાવનગર 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન સાથે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.

આ દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી છ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વાપી, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો થવાની અને લોકોને ગરમી તથા બફારાથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો એક બાજુ ગરમીથી ત્રાહિમામ છે તો દક્ષિણ ગુજરાતમાં બારમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે.
13 જૂને કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ વરસ્યો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના  કારણે, ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં 19 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. 14 થી 19 જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં 14 થી 19 જૂન દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો: આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી

આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર! વરસાદ ઘટવાની અને ગરમી વધવાની શક્યતા

આ વર્ષે દેશના ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પેસિફિક મહાસાગરમાં અલ નીનોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના કારણે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.  અહેવાલ મુજબ દેશના આશરે 197 જિલ્લાઓમાં અલ નીનોની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. અલ નીનોના કારણે ચોમાસાની વરસાદી સિસ્ટમ નબળી પડવાની શક્યતા છે, જેના પરિણામે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ સર્જાઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની તીવ્રતા સૌથી વધુ રહેવાની સંભાવના છે. આ સમયગાળો સામાન્ય રીતે ચોમાસાનો મુખ્ય વરસાદી સમય ગણાય છે. જો અલ નીનો વધુ સક્રિય રહેશે તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અને તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ ઓછા વરસાદની સ્થિતિ સર્જાય તો ખેતી, જળાશયો અને પીવાના પાણીની ઉપલબ્ધતા પર પણ તેની અસર પડી શકે છે. સાથે જ ગરમી અને ભેજનું પ્રમાણ વધતા લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે.

Comments
Post a Comment