Gujarat Weather update: મોનસૂનની ગતિ ધીમી પડી છે. જેના કારણે  26 જૂન સુધી ચોમાસાના આગમનની શક્યતા નહીવત છે. જેથી અમદાવાદમાં હજુ 40 ડિગ્રીની આસપાસ  તાપમાન રહેશે.  જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં હળવો છૂટછવાયો વરસાદ વરસી શકશે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ જોઇએ તો હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. જો કે 2 દિવસમાં રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે સાર્વત્રિક વરસાદની શકયતા નહિવત છે. છૂટછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. ક્યાં વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં  ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે  કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, ડાંગ સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ચોમાસું ગુજરાતમાં દસ્તક આપે તે પહેલા ગુજરાતના વિવિધ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસશે. આ સ્થિતિ રાજ્યમાં આગામી 5થી 7 દિવસ રહી શકે છે.

મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો ચોમાસાની ગતિ 8 જૂનથી સ્થિર થઇ ગઇ છે. તે મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પહોંચ્યાં બાદ આગળ વધ્યું નથી, હવામાન વિભાગના અંદાજ મુજબ હજુ ચોમાસાને આગામી 7 દિવસનો સમય મહારાષ્ટ્રને આવરી લેતા થશે. સામાન્ય રીતે મુંબઇ ચોમાસું પહોંચે તેના એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. જો કે હજુ  મુંબઇ પહોંચતાં એક સપ્તાહનો સમય લાગે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસાની ગતિ અને હવામાન વિભાગના મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે. ચોમાસું ગુજરાતમાં જૂનના અંતમાં  દસ્તક આપી શકે છે એટલે કે 30 જૂનની આસપાસ મોનસૂનની વિધિવત ગુજરાતમાં એન્ટ્રી થાય તેવો અંદાજ હવામાન વિભાગના આંકલન મુજબ સેવાઇ રહ્યો છે.

હવામાન વિભાગના અંદાજ મુજબ ગુજરાતમાં 27 જુન સુધી ભારે સાર્વત્રિક વરસાદનો કોઇ અનુમાન નથી. 27 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટ છવાયો હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આજે  17 જૂને, દેશભરના 21 રાજ્યોમાં વરસાદનું અનુમાન છે.  જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ઓડિશા, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

Comments
Post a Comment