Gujarat police lrd written exam 2026: ગુજરાતમાં પોલીસની નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આજેનો દિવસ ખૂબ જ મહત્વનો છે. લોકરક્ષક દળ (LRD) ની 12,733 જગ્યાઓ માટે  , 14 જૂને એટલે કે આજે  રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષામાં 2.63 લાખથી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઉમેદવારોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ખાસ માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

2.63 લાખ ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા

પોલીસ ભરતી બોર્ડની જાહેરાત (GPRB/202526/1) મુજબ, ગત 2 એપ્રિલ, 2026 ના રોજ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું હતું. આ કસોટીમાં પાસ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો હવે લેખિત પરીક્ષા આપશે. જેમાં 1.73 લાખથી વધુ પુરુષો અને 89,405 જેટલી મહિલા ઉમેદવારો સામેલ છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરની 879 જેટલી શાળાઓ અને કોલેજોમાં પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.

ઉમેદવારો માટે બોર્ડની ખાસ સૂચનાઓ

પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે બોર્ડે કેટલીક અગત્યની સૂચનાઓ આપી છે:

સમયસર પહોંચવું: ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચી જવું, જેથી બાયોમેટ્રિક અને વેરિફિકેશનની પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય અને બધું સમયસર પૂરું થઈ શકે.

પ્રતિબંધિત વસ્તુઓ ન લઈ જવી: કોલ લેટરમાં જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત સાહિત્ય (કાપલીઓ) કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે ન રાખવા કડક સૂચના અપાઈ છે.

અફવાઓથી બચવું: પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gprb.gujarat.gov.in) અને તેમના સત્તાવાર X (Twitter) એકાઉન્ટ પર જ વિશ્વાસ રાખવો. અફવાઓ પર ધ્યાન ન આપવું.

આ પણ વાંચો: રેલવે ભરતી પરીક્ષાઓમાં મોટો ફેરફાર, હવે વિભાગીય પરીક્ષાઓ પણ ઓનલાઈન; જાણો CBT- TBT વચ્ચેનો તફાવત

આ સાથે જ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેને લોકરક્ષક કેડરની આ લેખિત પરીક્ષા આપવા જઈ રહેલા તમામે-તમામ ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

કઈ કેડરમાં કેટલી જગ્યાઓ છે? (કુલ 12,733 જગ્યાઓ)

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3002

જેલ સિપાહી (પુરુષ): 300

જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31

Comments
Post a Comment