Skip to main content

Rain Forecast: અંબાલાલ પટેલની મોટી આગાહી, બે સિસ્ટમ એક્ટિવ થતાં આ તારીખથી વરસશે વરસાદ

Gujarat Rain Forecast:રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 20 જૂન સુધી પ્રિમોન્સૂન વરસાદી માહોલ જોવા મળી શકે છે.  તેમના જણાવ્યા અનુસાર 16 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના છે. આ દરમિયાન ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 16 જૂન બાદ બંગાળના ઉપસાગરમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. ત્યારબાદ 26 જૂન પછી અરબી સમુદ્રમાં પણ એક નવી હવામાન પ્રણાલી વિકસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના મતે આ બંને સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 26થી 28 જૂન દરમિયાન ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ જ સમયગાળા દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગાહી મુજબ 23 જૂનથી રાજ્યમાં નિયમિત ચોમાસાનો વરસાદ શરૂ થવાની સંભાવના છે. જો હવામાનની સ્થિતિ અનુકૂળ રહેશે તો જૂનના અંતિમ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. હાલ ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર આગામી દિવસોની હવામાન પરિસ્થિતિ પર ટકેલી છે, કારણ કે ચોમાસાની સક્રિયતા ખેતી માટે મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.

હવામાન વિભાગ આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત છે. ભાવનગર 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન સાથે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.

આ દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી છ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વાપી, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો થવાની અને લોકોને ગરમી તથા બફારાથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...