Rain Forecast : ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આપ્યા છે. આજથી જ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થવાની પ્રબળ શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી 7 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે, જેમાં 2 અને 3 જુલાઈના રોજ આખા રાજ્યને મેઘરાજા ઘમરોળશે. દરિયામાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને લીધે અત્યાર સુધી વરસાદ વિલંબમાં પડ્યો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને કાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદી ગતિવિધિઓ વેગ પકડશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 3 અને 4 જુલાઈ દરમિયાન બંગાળની ઉપસાગર (બંગાળની ખાડી)માં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જે આગળ જતાં 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ અને નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, મહિસાગર અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં 4થી 6 ઈંચ વરસાદ ખાબકવાની શક્યતાને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આશા છે.

બીજી તરફ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે કેનાલો હોવા છતાં તેમાં પાણી નથી. મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતો પર સીઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલની આ આગાહી તેમના માટે આશાનું કિરણ લાવી છે. અહેવાલ મુજબ, 4 જુલાઈ બાદ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના કારણે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. આ સિવાય 16 જુલાઈ આસપાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી ભાગોમાં વરસાદ વરસી શકે છે, જ્યારે આગામી 2 અને 3 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં અણધારા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ચાલુ વર્ષે રથયાત્રાના પવિત્ર દિવસે પણ ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

રાજ્યમાં ચોમાસાનું આગમન થયું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સિંચાઈના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે કારણે કે કેનાલો છે પણ પાણી નથી. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે અથવા કેનાલમાં પાણી નહીં છોડાય, તો મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતોને આખી સીઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.

Comments
Post a Comment