મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ હતી.  ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમાસું કેરલમથી આગળ વધીને મેંગ્લોર પહોંચ્યું છે. અને આગામી 15 જૂન આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ શકે છે. તો 10-11 જૂનની આસપાસ મુંબઈ પહોંચશે.

છેલ્લા 48 કલાકમાં ગોવા સહિત સાત રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ગોવા, મહારાષ્ટ્ર સાથે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજયોમાં તે આગળ વધી ગયું છે. આગામી સાત દિવસ કેરલમ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તમિલનાડુમાં 9મી જુન સુધીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 3 દિવસમાં ચોમાસું આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, બંગાળમાં અને 10 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશા પહોંચી શકે છે. તો 20 જૂન સુધીમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?

હવામાન વિભાગની વિગતવાર માહિતી અનુસાર, હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થયું છે. આ 3 શક્તિશાળી સિસ્ટમની સંયુક્ત અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠેર-ઠેર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે.

મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને છોટા ઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે.

Comments
Post a Comment