Bharuch AAP News: ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષને લગતા કામોને વધુ સરળ બનાવવા માટે કમર કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પક્ષને મજબૂત બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે, અને સાથે સાથે પક્ષ વિરોધી ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, આ અંતર્ગત આજે ભરૂચમાંથી બે મોટા નેતાોને પક્ષમાથી સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાને મજબૂત કરવા માટે કામ શરૂ કરી દીધુ છે. હાલમાં જ ભરુચમાંથી આમ આદમી પાર્ટીના નેતા સાદિક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યુ છે કે, સાદીક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. સાદિક લવલી પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

રાજસ્થાનમાં AAPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

Rajasthan AAP Candidate Lis...