<p><strong>Gujarat Govt Budget 2024 News:</strong> આગામી 1લી ફેબ્રુઆરી 2024ના દિવસે ગુજરાત બજેટ ડે છે, ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની સરકાર પોતાનું બજેટ 2024 રજૂ કરશે, બજેટને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, વાત છે કે આ નાણાંકીય બજેટમાં ગુજરાત સરકાર જમીનના કાયદાઓમાં સુધારો કરી શકે છે. હાલમાં ત્રણ પ્રકરાના જુદાજુદા કાયદા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં ફેરફારની પુરેપુરી શક્યતાઓ છે. </p> <p>ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ ગુરુવારે 1લી ફેબ્રુઆરીએ ગૃહમાં રજૂ કરાશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર આ નવા બજેટ 2024માં કેટલાક સુધારા આપી શકે છે. હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી <a title="બજેટ" href="https://ift.tt/rRCdXvm" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવ...